
BJP Politics: ભાજપના રાજમાં ગરીબોને સડી ગયેલા ઘઉં અપાઈ રહયા છે અનેતેઓની મજાક કરવામાં આવી રહી છે આ અંગે રાજ્યમાં અનેક ફરિયાદો પણ ઉઠી છે પણ હજુસુધી તે અંગે કઈ થયું નથી કે નતો નિરાકરણ આવ્યું. ત્યારે હવે આ મામલે ખુદ ભાજપનાજ મહિલા ધારાસભ્યે, ભૂપેન્દ્ર પટેલ સરકારના તંત્રની પોલ ઉઘાડી પાડતા કહ્યું છે કે ” ગરીબોને ઘનેડા પડી ગયેલા સડી ગયેલા ઘઉં અપાય રહયા છે”અને તંત્ર શુ કરી રહ્યું છે?
ત્યારે સવાલ થાયકે મોટા મોટા તાયફા કરનાર ભાજપી નેતાઓ ગ્રાઉન્ડ લેવલની હકીકત ભૂલી જાય છે અને સ્ક્રીપ્ટેડ ભાષણો કરી તાળીઓ સાંભળવા ટેવાયેલા હોય તેવો માહોલ બનતો જઇ રહ્યો છે તેવા સમયે ખુદ ભાજપના આ મહિલા ધારાસભ્ય દ્વારા ખુદ ભાજપના તંત્રની પોલ ખોલવાની ઘટના નોંધનીય ગણી શકાય.
હાલમાં ગુજરાતમાં ભાજપમાં કોઈ સધ્ધર સુકાની રહ્યો હોય તેમ જણાતું નથી ત્યારે ભાજપના મહિલા ધારાસભ્ય દર્શીતા શાહે નારાજગી વ્યક્ત કરીને પોતાના જ પક્ષની સરકારમાં તંત્રની પોલ ખોલી છે. સંકલન સમિતિની મળેલી બેઠક દરમ્યાન રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે ભાજપ સરકારમાં જ ચાલતા લોલમ લોલની પોલ ખોલી તંત્ર સામે સવાલો ઉઠાવી સસ્તા અનાજને લઇને ફરિયાદ કરતા કહ્યુ હતુ કે” ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તેવા સડેલા ઘઉં અપાઈ રહયા છે” તે મામલે પગલાં ભરવા માંગ કરી કરી હતી તેઓએ ઉમેર્યુ કે આ પ્રકારના વીડિયો સામે આવ્યા હોવાછતાં શુ કાર્યવાહી થઈ તે અંગે સવાલો ઉઠાવી ગરીબોને મળતા અનાજની ગુણવત્તા ચકાસવા માટે ધારાસભ્યએ માંગ કરી હતી.
જોકે,સડેલા અનાજ અંગે સસ્તા અનાજના દુકાનદારોનું નિવેદન સામે આવ્યુ હતું કે નિગમ જે અનાજ અમને મોકલે છે તે અનાજ અમે લોકોને આપીએ છીએ અને એમાં વેપારીઓનો કોઇ રોલ નહી હોવાની ચોખવટ કરી છે. જોકે, તેઓ આ અગાઉ સસ્તા અનાજમાં સડેલા અનાજ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રજૂઆત કરી ચૂક્યા હોવાની વાત પણ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે અનાજનું વિતરણ કરવાની વાતો થઈ રહી છે પરંતુ ગરીબોને સારી ગુણવત્તાવાળું અનાજ મળતું જ નથી જેની રાજ્યમાં અનેકવાર ફરિયાદો ઉઠી હોવાછતાં કોઈ સુધારો આવ્યો નથી અને ‘ધકયેલ પંચ્યા દોઢસો’ની જેમ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય એ સડેલા અનાજ મામલે અવાજ ઉઠાવતા ભુપેન્દ્ર પટેલની સરકારમાં ચાલતી લાલીયાવાડીનો મોટો પુરાવો છે.
આ પણ વાંચો:
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો









