Gujarat BJP: રાજ્યમાં ભાજપની છબી ખરાબ કરતા ‘અધિકારીઓ’ને સીધા કરવા પાંચ MLAની CMને ફરિયાદ!

■ભાજપનું નામ બગાડનારા અધિકારીઓ સામે એક્શન લેવા ભાજપના પાંચ MLAએ CMને લેટર લખ્યો!

Gujarat BJP: રાજ્યમાં ભાજપની છબી બગડી રહી છે,પ્રજાના કામો થતાં નહિ હોવાથી લોકો ભાજપને જવાબદાર ગણી રહયા છે અને ભાજપના નેતાઓ સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખરેખર આ માટે ભાજપના નેતાઓ નહિ પણ વહીવટી તંત્રના અધિકારીઓ જવાબદાર હોવાની પાંચ જેટલા ધારાસભ્યો દ્વારા CMને રજુઆત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે ધ્યાન દોરી હકીકતની સત્યતા શુ છે?તે જણાવી આ માટે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.આ ધારાસભ્યોમાં કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે જેઓએ પત્ર દ્વારા લેખિતમાં મુખ્યમંત્રીને આ મામલે અવગત કર્યા છે.

પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્ર ખાડે ગયું છે અને જનતાના સામન્ય કામો પણ થતા નથી.વહીવટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામ ન કરવાની માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં પ્રજાના કામો થતા નથી.

કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે થતી વીડિયો કોન્ફ્રરન્સ દરમિયાન સરકારને સબ સલામત જણાવી વાસ્તવિક પરિસ્થિતિથી અંધારામાં રાખી રહયા છે આવા અધિકારીઓ પ્રજા તેમજ જનપ્રતિનિધિઓને ગણતા નથી અને આડેધડ વહીવટ ચલાવી રહયા છે, જેનાથી ખરેખર ભાજપ સરકારની છબિને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને જનતાના કામોને પ્રાથમિકતા આપવા અંગે પગલાં ભરવા માંગ કરી ભાજપના પાંચ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારીઓ બંને ઉપર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!