Typhoid epidemic: ગાંધીનગરમાં ‘દૂષિત પાણીકાંડ’થી હાહાકાર ; હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા! બે બાળકના મોત,2 ગંભીર,100થી વધુ બન્યા અસરગ્રસ્ત!

●ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા અનેક અસરગ્રસ્ત બન્યા! આરોગ્ય વિભાગમાં દોડધામ, 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશત 

● સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા,પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું : ઈન્દોર જેવીજ ઘટના!

Typhoid epidemic: મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે અત્યારસુધીમાં 17 જેટલા લોકોના મોત થયા બાદ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીને કારણે ભયાનક રોગચાળો ફાટી નીકળતા બે બાળકોના કરુણ મોત થઈ ગયા છે, જ્યારે બે બાળકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, ઉપરાંત 100થી વધુ અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગતો સામે આવી છે.

મૃત બાળકીના પરિવાર પોતાની બિમાર દીકરીને પહેલા સેક્ટર 29માં લઈ ગયા ત્યાંથી રિપોર્ટમાં ટાઈફોઈડ ડિકલેર થતાં સિવિલમાં જાવ તેમ કહેતા બાળકીને સિવિલમાં એડમિટ કરી દીધી. એડમિટ કર્યાને હજુ ચાર દિવસ પણ નહોતા થયા અને બાળકીનું મોત થઈ ગયું હતું.

આમ, બે બાળકોના કરુણ મોત થયા, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે,હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારીને કારણે ટાઈફોઈડ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે.

રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ તાત્કાલિક વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાને કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

વિગતો મુજબ સિવિલમાં બાળ વિભાગમાં બેડ ખૂટી પડતા તાત્કાલિક અસરથી એક અલાયદો વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

પરિસ્થિતિ કાબુ બહાર જતા જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રીશિયન અને નિષ્ણાત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે પહોંચવા સૂચના આપી દેવાઈ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બાબરને લઈ શહેરના સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે.

છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે,આ લીકેજ દ્વારા પીવાના પાણીમાં અશુદ્ધિઓ ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

લેબોરેટરી રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહિ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય