Anand News: ભ્રષ્ટાચારની CMને રજૂઆત કરનાર ખેડૂતને ભર બજારે જીવતો સળગાવતા હાહાકાર! હોસ્પિટલના બિછાનેથી ખેડૂતનું નિવેદન

Anand News: ભારતમાં લોકશાહી આવી અને સાથે રાજકારણ પણ આવ્યું અને આ રાજકારણમાં વગદાર લોકો પોતાની મનમાની કરતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે ત્યારે મધ્ય ગુજરાતમાં એક ગામમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનાર ગ્રામજનને ભર બજારમાં જીવતો સળગાવી દેવાનો કમકમાટી ભર્યો પ્રયાસ થયો હોવાની કથિત ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.

આ ચકચારી ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં બની છે,આ ગામમાં મહિલા સરપંચ સહિત તેમના પરિવાર વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનાર ભરત પઢીયાર નામના ખેડૂતને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હતો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે પોતાને સરપંચ અને તેમના પરિવારે પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારનું નિવેદન લીધા બાદ પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે આપેલા નિવેદનમાં હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાની તેઓએ આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી.

જોકે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહી મળતા આ અંગે મીડિયામાં નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી મળી હતી.ત્યારબાદ બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે પોતે દરણું દળાવવા માટે ઘંટી ગયા હતા ત્યાં અચાનક ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા.

તેમણે ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું અને માર મારતા મારતા તેઓ તેમને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને પોતાને પકડી રાખી નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ પોતાને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, આ ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઇ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી