કેમ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાથકડી-સાંકળોમાં બંધક બનીને આવ્યા વિધાનસભા?

  • Gujarat
  • February 19, 2025
  • 0 Comments
  • ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો હાથકડી-સાંકળોમાં બંધક બનીને આવ્યા વિધાનસભા

અમેરિકાએ ભારતીયોને હાથકડીઓ અને સાંકળોથી બાંધીને અપમાનજનક રીતે ડિપોર્ટ કરવાનો ગુસ્સો દેશના લોકોમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અમેરિકા પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારતીયોને બંધક બનાવવાનો વીડિયો શેર કરીને ભારતીયોને નીચું દેખાવવા માટે મજબૂર કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ તમામ બાબતોનો વિરોધ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો હાથકડી અને બેડીઓમાં પોતાને બાંધીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના શરીર પર પોસ્ટરો પણ લગાવી રાખ્યા હતા. આ પોસ્ટરો પર સરકારનો વિરોધ કરવા માટે વિવિધ સુત્રો લખેલા હતા.

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને હાથકડી અને બેડીઓ પહેરાવીને દેશનિકાલ કરવાના વિરોધમાં તમામ કોંગ્રેસના નેતાઓએ સુત્રોચ્ચાર કરીને સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર સાંકળ બાંધીને કરેલા દેખાવે બધાનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનિય છે કે, લાખો રૂપિયા ખર્ચીને પોતાના સ્વપ્ન સાકાર કરવા અમેરિકા ગયેલા મોટી સંખ્યામાં ગુજરાતીઓને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે.

અમેરિકાએ ખાસ કરીને ભારતીયોને ટાર્ગેટ કરીને પરત મોકલ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ અમેરિકાનું હરિફ રહેલા ચીનના ગેરકાયદેસર ઈમિગ્રેન્ટ્સ તરફ અમેરિકાએ કોઈ ખાસ ધ્યાન આપ્યું નથી. તેથી કેન્દ્રની મોદી સરકાર પણ પ્રશ્નના ઘેરામાં છે.

ઉલ્લેખનિય છે કે, પીએમ મોદીની અમેરિકાની મુલાકાત પછી પણ અમેરિકાએ ભારતીય ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સાથે અપમાનજનક વ્યવહાર કર્યો હતો. આ ખરાબ વ્યવહારના કારણે પીએમ મોદી પણ વિરોધ પક્ષના નિશાના પર આવી ગયા હતા. ટીકાકારોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ટ્રમ્પને ભારતીય ઈમિગ્રેન્ટ સાથે ખરાબ વ્યવહાર કરવાનું પણ રોકી શક્યા નહતા. એક સમય હતો કે, ટ્રમ્પ અને મોદી બંને વચ્ચેની મિત્રતાની વાતો ખુબ જ થતી હતી. પરંતુ તે બધી જ વાતો ભ્રામક સાબિત થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો- રાજકોટ: પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો લીક કરનારા બે આરોપીઓને ધરપકડ

  • Related Posts

    PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
    • March 26, 2026

    ■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

    Continue reading
    Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
    • March 26, 2026

    Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

    • March 27, 2026
    • 3 views
    Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

    Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

    • March 27, 2026
    • 2 views
    Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

    Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

    • March 27, 2026
    • 5 views
    Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

    BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

    • March 26, 2026
    • 8 views
    BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

    Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

    • March 26, 2026
    • 12 views
    Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

    Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

    • March 26, 2026
    • 8 views
    Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?