
Gujarat congress: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. ત્યારે આ શરમજનક હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી છે.
શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું
શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પરથી રાજીનામું આપ્યુ હતુ આ સાથે પ્રમુખ તરીકેની કામગીરી શૈલેષ પરમારને સોંપી છે.શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી પદ ત્યાગ કર્યો છે. તેમણે કહ્યું કે, ગોહિલે કહ્યું હું હાઈ કમાન્ડને રાજીનામું આપું.રાજીનામું સ્વીકારાય મને મનાવવામાં આવે એના કરતાં મેં સામેથી જ જવાબદારી શૈલેષ પરમાર ને સોંપી છે.આમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે અને ગુજરાત કોંગ્રેસની ડુબતી નાવને બચાવવાની જવાબદારી શૈલેશ પરમારને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:
Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ
Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ
Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?
Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા
Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?
Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ








