
Corruption bridge: 215 કિ.મી.માં ડિવાઈડરો તોડી નાંખ્યા છે. વાહનો આડેધડ ટર્ન લે છે અને જોખમ નોતરે છે. અકસ્માતોનું જોખમ વધારતા હોટલ અને પેટ્રોલ પંપ માલિકોના ધંધાના લાયસન્સ રદ કરવા રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે વિધાનસભામાં માંગણી મૂકી હતી. ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે ધોરીમાર્ગનું કામ ઝડપભેર પૂરૂ કરવાની માંગણી કરી હતી.
શાસક પક્ષના ધારાસભ્ય ઉદય કાનગડે માર્ગ અને મકાન પ્રધાનને ફરિયાદ કરી હતી કે, અમદાવાદ-રાજકોટ વચ્ચે ધોરીમાર્ગ સારો બન્યો છે, પરંતુ અનેક ઠેકાણે હોટલો અને પેટ્રોલ પંપવાળાઓએ ધોરીમાર્ગ પરના ડિવાઈડર તોડી ખોટી રીતે રસ્તા પાડયા છે. જે કારણે દર અઠવાડિયે એકાદ બે ગમખ્વાર અકસ્માતો થાય છે.
રાજકોટ ભાજપના બે ધારાસભ્યોના વિરોધાભાસી નિવેદન જોવા મળ્યા હતા. જેમાં એક સભ્યએ કહ્યું, કે ધોરીમાર્ગ ટનાટન બની ગયો છે. કજિયાનું મોં કાળું.
ઠપકો
2021માં કામ ધીમું હોવાથી રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ઠેકેદારને ખખડાવ્યાં હતા. કામગીરી ઝડપી બનાવવા ધોરીમાર્ગ સત્તામંડળનાં અધિકારીઓનાં રિવ્યુ લેવામાં આવ્યો હતો. રાજકોટથી બામણબોરની કામગીરી અત્યંત ધીમી છે. કલેક્ટરને ક્યાં ખબર હતી કે, કાકા મટીને ભત્રીજા ન થવાય. અમદાવાદ બાજુની આ ધોરીમાર્ગની કામગીરીમાં ઝડપ હતી. આઠ જેટલા ફંટાતો કામચલાઉ રસ્તો કાઢવામાં આવ્યા છે.
છ લેન બન્યા પછી અમદાવાદ પહોંચવામાં 1 કલાકનો સમય બચશે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર 200 કિ.મી. થાય છે. આ માર્ગ હાલ ફોરલેન છે. તે છ લેન કરવા માટે 12 ફૂટ જેટલો વધારો કરવામાં આવ્યો છે. તે પહેલાં કરોડો માનવ કલાકો ઠેકેદારોએ ખરાબ કરી દીધા હતા.
મુખ્ય પ્રધાને દોડવું પડ્યું
8 જાન્યુઆરી 2022માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ પંકજકુમાર સાથે માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાએ લીમડી બગોદરા વચ્ચે ચાલતાં છ માર્ગીય રસ્તાના ડામરના કામનું નિરીક્ષણ કર્યું હતું. બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા પુલના કામોની પણ મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન કડવો ઘૂંટડો ગળે ઉતારી રહ્યાં હોય એવું લાગતું હતું.
સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવી હતી. મટીરિયલ બાબતે ચર્ચા કરી હતી. સાઈટ પર પ્રત્યક્ષ જઈને કામોની ગુણવત્તા, વપરાશમાં લેવાતા માલ સામાન અંગેની વિગતો પણ મેળવી હતી. તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા આકાશી પુલની સાઈટનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચોઃ
Bhavnagar: બિસ્માર સર્વિસ રોડથી લોકોને હાલાકી , અનેક રજૂઆતો છતા તંત્રના પેટનું પાણી ન હલ્યું
Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બાબતે વધુ એક રિક્ષાચલાકને ઢોર માર મરાયો
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી