
Gujarat Education: ગુજરાતમાં કરોડો રૂપિયાનો ખર્ચ અને સરકારી તાયફા છતાં શિક્ષણ ખાડે ગયું છે જેની કબુલાત ખુદ સરકારે કરવી પડી છે.લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ ભણવાનું અધવચ્ચેજ છોડી દીધુ છે.
વિગતો મુજબ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં નજર કરવામાં આવેતો ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો ચિંતા જનક વધારો જણાઈ આવે છે.વર્ષ 2024-25માં 54 હજાર 451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી જે આંકડો 2025-26માં વધીને 2 લાખ 40 હજારને પાર કરી ગયો છે જે વાસ્તવિકતા ખૂબજ ચિંતા ઉપજાવનારી છે.
એક તરફ સમગ્ર શિક્ષા યોજના પાછળ ગુજરાતમાં કુલ 2199 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ થયો છે પણ તેનું સકારાત્મક પરિણામ મળી શક્યું નથી ત્યારે સ્વાભાવિક સવાલ ઉઠે કે આ કરોડો રૂપિયાનું શુ થયું?
સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે,મિડિયામાં વાહવાહી થતાં ફોટા સાથેના સમાચારો છપાય છે ટીવીમાં વિડીયો આવે છે અને મોટા મોટા ભાષણો થાય છે પણ વાસ્તવિક સ્થિતિ કેમ અલગ છે?તે અંગે લોકો સવાલો કરી રહયા છે. મોટી સંખ્યામાં બાળકો કેમ ભણતર છોડી રહ્યા છે તે સવાલ અઘ્ધર છે ત્યારે આ કરોડો રૂપિયાનું બજેટ ક્યાં જતું હશે ક્યાં વપરાતું હશે તે એક રહસ્ય રહ્યું છે.
રાજ્યમાં તમામ શાળાઓમાં ઢોલ નગારા સાથે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે,પણ વિદ્યાર્થીને માત્ર પ્રવેશ આપવાથી જવાબદારી પૂર્ણ થઇ જતી નથી તેના પાયાના પ્રશ્નો જોવા પડે અને ત્યાં ભંડોળનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ, રાજ્યમાં ડ્રોપ આઉટના આંકડા પર ધ્યાન આપવા સહિત શિક્ષણનું સ્તર સુધારવા તરફ ધ્યાન આપવાની જવાબદારી નક્કી થતી નથી.
તમામ સમસ્યાઓ સરકાર પણ જાણે તો છે જ, સરકારને પણ ખબર છે કે ધોરણ 8માં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી આગળનું શિક્ષણ મેળવવાને બદલે શાળા છોડી દે છે.
વાસ્તવિક સ્થિતિતો એવી પણ છે કે ઘણી જગ્યાએ ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગુજરાત લખતાં કે વાંચતા પણ નથી આવડતું એવામાં ગણિતના દાખલા કેવી રીતે આવડી શકે? ધોરણ 3,5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને ગણિતાના સરળ દાખલા પણ આવડતા નથી સ્કૂલોમાં અનેક પાયાની સમસ્યાઓ સર્જાતા આ સ્થિતિ છે જે અંગે સરકારે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!








