
- રાષ્ટ્રીય સર્વેક્ષણના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને થયો ચોંકાવનારો ખુલાસો.
- ગાંધીનગરમાં કરોડોના ખર્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્રતો બનાવી દીધું પણ સમીક્ષા ક્યારે થશે?ક્યારે ભણશે ગુજરાત?
Gujarat Education | ગુજરાતમાં ( Gujarat ) પ્રાથમિક શિક્ષણ ખાડે ગયુ હોવા અંગે અનેકવાર ફરિયાદો ઉઠી છે અને વિપક્ષ દ્વારા આ મુદ્દે અનેકવાર સવાલો પણ ઉઠાવાયા છે પણ હવે તો આ શિક્ષણ ખાડે નહિ પણ સાવ તળિયે ગયું હોવાનો ચોંકાવનારો ખુલાસો ખુદ
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતનું શિક્ષણનું સ્તર તળિયે ગયું હોવાનો ખુલાસો થયો છે સર્વેક્ષણના તારણો પ્રમાણે દેશના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ તો દૂરની વાત પણ તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં કરાયો છે.
તળિયાના કહી શકાય તેવા ખાડે ગયેલા શિક્ષણ સ્તરમાં 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો નંબર છે.
નોંધનીય છે કે ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા 2019માં સરકારે રૂપિયા પાંચ કરોડના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યુ હતું એટલુ ન નહિ ત્યારબાદ સમયાંતરે સરકારે આ કેન્દ્ર ચલાવવા માટે રૂપિયા 60 લાખથી 85 લાખ ખર્ચી કાઢ્યા છે તેમછતાં ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધરી શક્યું નહિ જેનો રિપોર્ટ ખુદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના અહેવાલમાં સામે આવતા ગાંધીનગરમાં કરોડોના ખર્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સામે સવાલો ઉઠ્યા છે.
આપને જણાવી દઈએ કે અહેવાલમાં ધોરણ-3, 6 અને 9માં શિક્ષણનું સ્તર તેમજ ગણિત, વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.
આ માટે કેન્દ્રએ ટોચના 10 અને તળિયાના 10 રાજ્યોની યાદી બનાવી છે જેમાં ગુજરાતને તળિયાના રાજ્યમાં સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે પંજાબે લગભગ તમામ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે અને અહીં ‘આપ’નું શાશન છે.
શિક્ષણમાં સૌથી નબળું પ્રદર્શન કરનારા 50 જિલ્લામાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે.
રિપોર્ટમાં દેશમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે. જેમાં જામનગર જિલ્લાનો 21મો ક્રમ આપવામાં આવ્યો છે જ્યારે ગીર સોમનાથ જિલ્લો 28માં ક્રમે તો ખેડા જિલ્લો 44મા અને છોટાઉદેપુર 47માં, પોરબંદર જિલ્લો 48માં ક્રમ રિપોર્ટ દર્શાવાયો છે જેમાં ટોપ-50માં ગુજરાતના એકપણ જિલ્લાનો સમાવેશ થયો નથી.
આ સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની કુલ 74 હજારથી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરી હતી, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા.
આ સાથે જ ગુજરાત સહિતના રાજ્યોમાં નવી તકનીકો, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન તથા સ્વૈચ્છિક સંગઠનોનો શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ જેવી બાબતોની પણ સમીક્ષામાં પણ ગુજરાતનું પ્રદર્શન ખાસ રહ્યુ નહિ હોવાનું રિપોર્ટમાં સામે આવતા ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે.







