ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર! કોણ બનશે પ્રદેશ પ્રમુખ?

  • નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા.
  • તા.4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યા સુધીમાં થઈ શકે છે.

Gujarat BJP | આખરે લાંબા અંતરાલ અને અટકળો બાદ આજે તા.2 ઓક્ટોબરના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. જેને પગલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પછી હવે આ પદ કોણ શોભાવશે? કોણ હવે મોદી – શાહના ઈશારે ગુજરાતમાં ભાજપની આગામી રીતી – નિતી નક્કી કરશે? તે અંગેના નામોની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, કોથળામાંથી બિલાડાં કાઢવાનો જાદુ જાણતાં મોદી – શાહ ગુજરાતના ભાજપીઓ કયું માથું મારશે? તે અંગે કોઈ જ ભાજપી અગ્રણી ખોંખારીને કહી શકે તેવી સ્થિતિમાં નથી.

આવતીકાલે તા.3  ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જે મુજબ આવતી કાલે સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે જ્યારે બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણી થશે  અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે.

જ્યારે તા.4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યા સુધીમાં થઈ શકે છે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. અત્રે નોંધનીય છે કે આ ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો મતદાન કરશે.

બીજી તરફ જાણવા મળતી અને ચાલી રહેલી ચર્ચાઓ મુજબ નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે OBC સમાજમાંથી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

એક વાત એવી પણ છે કે ગુજરાત કોંગ્રેસે તેમના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે કે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. તેમની સામે ભાજપ પણ ઓબીસી નેતાને પ્રમુખ બનાવી શકે છે. જેમાં હાલતો ઓબીસી સમાજમાંથી આવતા નેતા પૈકી સૌથી પહેલુ નામ જગદીશ વિશ્વકર્માનું ચર્ચામાં છે.

આપને જણાવી દઈએ કે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)  બીજેપીના મજબૂત નેતા પૈકીના એક મનાય છે કે જેઓ હાલ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (Minister of State) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર (Co-operation), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage, Khadi and Rural Industries), અને નાગરિક ઉડ્ડયન (Civil Aviation) જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે અને તેઓ ભૂતકાળમાં પણ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.

જોકે,આ બધી ચર્ચાઓ વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી થશે. હાલતો કમલમમાં સતત બેઠકો ચાલી રહી છે અને ઉમેદવારના નામો પર ઉચ્ચ કક્ષાએ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં અવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

  • September 17, 2026
  • 2 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 4 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા