
Navsari: નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે એક સૌકોઈને હચમચાવી નાખતી ઘટના બની, જેમાં 5 વર્ષનો નિર્દોષ બાળક સાર્થક લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મોતને ભેટ્યો. આ ઘટનાએ ન માત્ર બાળકના પરિવારને આઘાતમાં ગરકાવ કર્યો, પરંતુ શહેરમાં જૂની લિફ્ટની સુરક્ષા અને ફાયર વિભાગની સજ્જતા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ દુર્ઘટના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં બની, જ્યાં સાર્થકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. ઘટનાના દિવસે સવારે સાર્થકની માતા ફ્લેટના દરવાજામાં તાળું મારવા ગઈ હતી. આ દરમિયાન 5 વર્ષનો સાર્થક બીજા માળે લિફ્ટમાં પ્રવેશ્યો. એપાર્ટમેન્ટની લિફ્ટ જૂની ડિઝાઇનની હતી, જેમાં લોખંડની જાળી અને લાકડાનો દરવાજો હતો. સાર્થકે લાકડાનો દરવાજો ખેંચીને લિફ્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ લિફ્ટની અંદરની લોખંડની જાળી બંધ થાય તે પહેલાં જ લિફ્ટ ઉપરની તરફ જવા લાગી. જેથી બાળકનું શરીર આંશિક રીતે લિફ્ટની અંદર અને કમરનો ભાગ બહાર ફસાઈ ગયો. નજરે જોનારાઓએ કહ્યું લિફ્ટનું સેન્સર યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે ઉપરના માળેથી કોઈએ લિફ્ટનું બટન દબાવ્યું હશે, જેના કારણે લિફ્ટ ચાલુ થઈ અને આ દુ:ખદ ઘટના બની.
ઘટનાની જાણ થતાં નવસારી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. જોકે, ફાયર વિભાગ પાસે આધુનિક સાધનો હોવા છતાં લિફ્ટનો લોખંડનો દરવાજો કાપવા માટેના સાધનો સમયસર કામ ન આવ્યા. અંતે એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા ફર્નિચરના કામમાંથી એક મિસ્ત્રી પાસેથી કટર મેળવીને લિફ્ટનો દરવાજો કાપવો પડ્યો. લગભગ દોઢ કલાકની જહેમત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું, પરંતુ તે સમયે તેની હાલત ગંભીર હતી. બાળકને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો.
જૂની લિફ્ટ અને સુરક્ષાની ઉણપ
આ ઘટનાએ જૂની એપાર્ટમેન્ટ્સમાં લિફ્ટની જર્જરિત સ્થિતિ અને અપૂરતા મેન્ટેનન્સની ગંભીર સમસ્યાને ઉજાગર કરી છે. નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો જૂની હતી, જેમાં આધુનિક સુરક્ષા સુવિધાઓ જેવી કે ઓટોમેટિક સેન્સરનો અભાવ હતો. આવી લિફ્ટમાં અકસ્માતની શક્યતાઓ વધુ હોય છે, અને ગુજરાતમાં આવી અનેક એપાર્ટમેન્ટ્સમાં લિફ્ટની સ્થિતિ ચિંતાજનક છે. આ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહીશોમાં ચર્ચા ચાલી રહી છે કે જો ફાયર વિભાગ પાસેના આધુનિક સાધનો સમયસર કામ ન આવે, તો તેનો શું ઉપયોગ?. આ ઘટનાએ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગની તૈયારી પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:
Rampur: 15 દિવસ બોયફ્રેન્ડ અને 15 દિવસ પતિ, પત્નીની આ માંગ પર પતિએ જે કર્યું તે જાણી ચોકી જશો!
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!