
Ahmedabad: મહિલાઓ પરના બે રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના 3 આશ્રમ સામે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના મોટેરામાં આવેલા આશ્રમને સરકાર ખાલી કરાવી રહી છે. સાથે સાથે અન્ય બે આશ્રમને ખાલી કરવાનો આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલ આસારામ જામીન પર જેલ બહાર છે.
અમદાવાદમાં આસારામ આશ્રમને કલેક્ટરે નોટિસ પાઠવી છે, 140 એકર જમીન ખાલી કરવા 3 આશ્રમને જાણ કરવામાં આવી છે. સરકારે શરતભંગ થતુ હોવાનું કહી આશ્રમ ખાલી કરાવી રહી છે.
જાણવા મળી રહ્યું છે કે આસારામને લીઝ પર સરકારે જમીન આપી હતી. હવે સરકાર શરતભંગ કર્યાનું કહી ખાલી કરાવી રહી છે. જ્યારે હાલ આશ્રમમાં રહેતાં અને મેનેજમેન્ટ કરતી વ્યક્તિનું કહેવું છે કે આવતા આગામી સમયમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્કલેવ બનાવવાનું આયોજન છે. આ કારણે સરકાર જમીન પાછી લેવા માગે છે. કોઈ શરતભંગ કર્યો નથી.
નોંધનીય છે કે મોટેરા ખાતે આવેલ ‘સંત શ્રીઆસારામ આશ્રમ’, ‘ભારતીય સેવાસમાજ’ અને ‘સદાશીવ પ્રજ્ઞા મંડલ’ એમ કુલ ત્રણ આશ્રમોને ‘શરતભંગ’ બદલ જગ્યા ખાલી કરવા માટે 4 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો છે.
અમદાવાદમાં વર્ષ 2036નું આયોજન થવાનું છે. જેની અત્યારથી જ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટીના સીઇઓ ડી. પી. દેસાઈએ BBC ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “ઓલિમ્પિક 2036 ના આયોજન માટે અમે કામ કરી રહ્યા છીએ. ઓલિમ્પિક માટે પ્રપોઝલ બિડ બનાવવા અંગેની કામગીરી માટે ઇન્ટરનેશનલ એજન્સીને કન્સલટન્ટ તરીકે નીમવામાં આવી છે. એજન્સી દ્વારા બિડ બુક બનાવવા માટેની જરૂરી માહિતી ભેગી કરવામાં આવી રહી છે. જે માટે અગાઉ આયોજિત ઓલિમ્પિક માટે દેશોએ સબમિટ કરેલી બિડ અંગે પણ અભ્યાસ કરી રહ્યા છીએ. આ અંગે સમયાંતરે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે પણ વાર્તાલાપ કરવામાં આવે છે.”
“અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 650 એકર જમીનમાં સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે. જેમાં રમતોનાં ગ્રાઉન્ડ હશે. તેમજ ટ્રેનિંગ માટે ઇન્ટરનેશનલ કક્ષાનાં ગ્રાઉન્ડ પણ ઊભાં કરવામાં આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન સેન્ટર ઊભું કરાવાનું આયોજન છે.”
આ પણ વાંચોઃ
ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?
Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!
JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?
પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય