Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ

  • Gujarat
  • November 1, 2025
  • 0 Comments

Gujarat news: ગુજરાતમાં વિવિધ સ્થળોએ સ્મશાનગૃહોની ખરાબ સ્થિતિની ઉજાગર કરતી અનેક ઘટનાઓ સામે આવે છે.આમ તો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ કહીકતમાં તો ભાજપના રાજમાં માણસને મર્યા બાદ અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગુજરાતમાં સ્મશાનગૃહોની સ્થિતિને ઉજાગર કરતી ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં પહેલી ઘટનામાં અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં સૂકા લાકડાની અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો, જ્યારે બીજી ઘટનામાં તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદમાં તૂટેલા સ્મશાનગૃહમાં પતરુ પકડીને અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી. આ બંને ઘટનાઓએ સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઓઢવમાં કરુણ ક્ષણ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં બુધવારે એક ગરીબ પરિવારે મૃતકની અંતિમ વિધિ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૂકા લાકડાની અછત અને ભીના લાકડાની સપ્લાયને કારણે તેઓ મજબૂર બન્યા. વિડીયોમાં જોવા મળે છે કે પરિવારજનો ટાયરો અને જૂના ગોદડા બાળીને ચિતા પેટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હવા અને પર્યાવરણને પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે.

કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને પાઠવી નોટિસ

વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાત્કાલિક પગલાં લીધાં. કોર્પોરેશને સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે અને ઘટનાનો ખુલાસો માંગ્યો છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, આવી બેદરકારી માટે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને સુધારણાની વ્યવસ્થા કરવામાં આવશે. જો કે સવાલ તે થાય છે કે, વહીવટી વ્યવસ્થા ક્યારે સુધરશે?” આ ઘટના શહેરી વિસ્તારોમાં પણ મૂળભૂત સુવિધાઓની અછતને દર્શાવે છે.

સાબરકાંઠાના આંજણા ગામમાં વરસતા વરસાદમાં પતરુ રાખી અંતિમ સંસ્કાર

બીજી તરફ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં ચાલુ વરસાદને કારણે સ્મશાનગૃહની હાલત વધુ જ ખરાબ બની છે. તૂટી પડેલા સ્મશાનગૃહમાં છત પરથી પાણી ન ટપકે તે માટે પતરું રાખીને ચીતા લગડાવવાની જરુર પડી. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વરસાદી પાણીમાં ભીજતા પરિવારજનોની અવદશા જોવા મળે છે.સવાલ તે થાય છે કે, સ્મશાનગૃહ માટે ગ્રાન્ટ મંજૂર થાય છે પરંતુ તેનો લાભ ગામવાસીઓ સુધી પહોંચ્યો નથી. જેથી લોકોને વરસાદમાં પણ આ રીતે મજબૂર બનવું પડે છે.” તલોદ તલુકા વહીવટીકેમુદ્દે તપાસની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બંને ઘટનાઓથી ગુજરાતમાં સ્મશાનગૃહોની અવ્યવસ્થા સ્પષ્ટ થાય છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લાકડાની અછત, તૂટેલી માળખાગત સુવિધાઓ અને વહીવટી બેદરકારીને કારણે સામાન્ય લોકોને અંતિમ વિધિમાં મુશ્કેલી પડે છે. સામાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે કે, સરકારે તાત્કાલિક સર્વે કરીને આ સુવિધાઓમાં સુધારણા કરે, જેથી આવી કરુણામય ઘટનાઓ ન બને.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • Related Posts

    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
    • March 25, 2026

    ■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

    Continue reading
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

    • March 25, 2026
    • 3 views
    Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

    Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

    • March 25, 2026
    • 3 views
    Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

    PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

    • March 25, 2026
    • 4 views
    PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    • March 25, 2026
    • 4 views
    UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    • March 24, 2026
    • 6 views
    Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

    • March 24, 2026
    • 13 views
    Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!