
Panchmahal: પંચમહાલ જીલ્લાના ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે. જેમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. રાજગઢ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાધોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘોઘંબાના શામળકુવા પાસેના ડેમમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. સમગ્ર ઘટનાને પગલે રાજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ વિદ્યાર્થીઓ ડેમમાં ડૂબી જતાં વાલીઓમાં આક્રંદ છે.
આ પણ વાંચોઃ kheda: મહુધામાં ચપ્પાની અણીએ થયેલી લૂંટમાં 5 આરોપીનું કન્સ્ટ્રક્શન, ભર બજારે ઉઠક બેઠક કરાવી
આ પણ વાંચોઃ અંકલેશ્વર GIDCમાં મોટી આગ ભભૂકી, બે કંપનીઓના પ્લાન્ટમાં કરોડોનું નુકસાન
આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં વધુ એક ઈજાગ્રસ્તે દમ તોડ્યો મૃત્યુઆંક 22 પર પહોંચ્યો |DEESA |
આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?