
Rajkot Police Crime: રાજકોટમાં પોલીસકર્મીએ દારુ પીને એકથી બે યુવકને માર મારતો હોવાનો વીડિયો વાઈરલ થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ રક્ષણ કરવાનું કામ કરે છે પણ રાજકોટમાં યુવકને મારતી નજરે પડે છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના નાના મવા રોડ પર યુવકોના સ્કૂટર પાછળ પોલીસકર્મીની કાર અથડાઈ હતી. જેથી યુવકોએ પોલીસકર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું હતુ. જેથી કારમાં રહેલો કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઉશ્કેરાઈ ગયો હતો, અને કારમાંથી દંડો કાઢી બહાર આવ્યો હતો. બાદમાં કંઈ પણ વિચાર્યા વગર પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજાએ દંડા વડે હુમલો કરી દીધો હતો. જેમાં અન્ય એક યુવકને પણ માર માર્યો છે. એક યુવકને હાથની કોણીમાં ઈજાઓ પહોંચી છે. આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ ગયો છે. ભોગ બનનાર યુવકે પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. ગાડીમાંથી કુલ 2 પોલીસકર્મીઓ ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ જતાં ભારે ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચોઃ Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત