
Gujarat politics: આપ નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીતીને આપ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે. જ્યારથી ગોપાલ ઈટાલિયા જીત્યા છે ત્યારથી તેમનામાં જ નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તેમણે સીઆપર પાટીલને ચેલેન્જ પણ આપી દીધી છે કે, હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે.
ગોપાલ ઈટાલિયાની પાટીલને ચેલેન્જ
મળતી માહિતી મુજબ ધારાસભ્ય બન્યા બાદ સુરતમાં આવતા ની સાથે જ સુરતમાં ગોપાલ ઈટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપના નેતાઓ અને કાર્યકરો તેમજ લોકો દ્વારા તેમને વધાવી લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ત્યારે ભર બજારમાંથી ગોપાલ ઇટાલિયાએ સી આર પાટીલને ચેલેન્જ આપતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે. સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો હતો, કે ધારુ એને તોડુ, ધારુ તેને પક્ષ પલટો કરાવું, ધારુ તેને જેલમાં પુરાવું. પરંતુ હવે મારી સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે, સીઆર પાટીલમાં દમ હોય તો હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો પછી જુઓ પાટીલ સામે મોરે મોરો ના મારી દવ તો.
વધુમાં તેમણે કહ્યુ કે, પાટીલના રાજમાં ગુંડાગીરીની હદ વટાવી, તેઓ બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં ફરી સ્થાપિત કરી બતાવશે.
પાટીલે ગુજરાતમાં ઉપાડો લીધો. સી આર પાટીલ ધારાસભ્ય ખરીદી બતાવે – ગોપાલ ઈટાલીયાનો પડકાર
00000
ગોપાલભાઉને ખબર હોય કે ન હોય બોટાદ બાદ ભાજપ હજુ આમ આદમી પક્ષના બે ધારાસભ્યોને ખરીદી લેવા પાઇપલાઇનમાં છે.@AAPGujarat @BJP4Gujarat#ELECTION2027 #AAP #BBFanFestD1 pic.twitter.com/1oKG85hEC6— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) June 30, 2025
ભાજપ AAP ના બે ધારાસભ્યોને ખરીદવાની તૈયારી!
ગોપાલ ઈટાલિયા જીત્યા બાદ ભાજપને સતત પડકાર આપી રહ્યા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર ડખા પણ ચાલી રહ્યા છે તાજેતરમાં આપ પાર્ટીથી નારાજ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામુ આપ્યું હતુ ત્યાર બાદ પાર્ટી દ્વારા તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. ત્યારે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું કહેવું છે કે, બોટાદ બાદ ભાજપ હજુ આમ આદમી પક્ષના બે ધારાસભ્યોને ખરીદી લેવા તૈયારી કરી રહ્યું છે. જેથી આપ પાર્ટીને આગામી દિવસોમાં મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે.