
Gujarat Politics: ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે તે નક્કી થઈ ગયું છે. આજે તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું છે. એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરતા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બિનહરીફ જાહેર થશે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ શું ભાજપને મજબુત કરશે કે, ભાજપનો રકાસ કાઢશે તેવા સવાલ થઈ રહ્યા છે.
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના નિકોલ વિધાનસભા ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ફોર્મ ભર્યું છે . આજે વિજય મુહૂર્તમાં કમળમમાં એકમાત્ર ઉમેદવાર તરીકે નામાંકન ભરીને તેમણે બિનહરીફ જીતની તરફ આગળ વધ્યા છે.
શું જગદીશ પંચાલ પાટીલની જેમ કામ કરી શકશે ?
આ નિમણૂકથી પાર્ટીમાં નવી ઉર્જા આવશે કે, આંતરિક વિવાદો વધશે, તેવા સવાલો ઉભા થયા છે. સી.આર. પાટીલે પાંચ વર્ષના કાર્યકાળમાં અદ્ભુત સફળતા મેળવી છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો અને સંપૂર્ણ સ્વચ્છ જીત અપાવી, જે તેમની વ્યૂહરચનાનું પરિણામ હતું. આ ઉપરાંત, આઠેય ઉપચૂંટણીઓમાં વિજય અને પાર્ટીના આંતરિક નિયંત્રણને મજબૂત કર્યા. કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સાથે પણ તેમણે ગુજરાત ભાજપને એકજૂટ રાખ્યું. તેમના નેતૃત્વમાં પાર્ટીએ પટીદાર અને અન્ય જાતિઓ વચ્ચે સંતુલન જાળવ્યું. જોકે, નવા પ્રમુખની નિમણૂકમાં વિલંબ થવાનું મુખ્ય કારણ આંતરિક વિવાદો અને સંમતિની અભાવ હતું. પાટીલનો કાર્યકાળ જુલાઈ2023 માં સમાપ્ત થયો હતો, પરંતુ બે વર્ષથી વધુના એક્સટેન્શન પછી પણ નિર્ણય અટકી પડ્યો.
મજબૂત પ્રમુખની પસંદગી કરવામાં વિલંબ
આમ ભાજપે સી.આર.પાટીલની જેમ મજબૂત પ્રમુખની પસંદગી કરવામાં ઘણો સમય લગાડી દીધો છે. કારણ કે, ભાજપને કોઇ એવા નેતાને ભાજપ પ્રદેશ અધ્યક્ષની તલાશ હતી જે સૌ કોઇને સાથે લઇને ચાલી શકે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ટક્કર આપી શકે. ત્યારે ભાજપે જગદીશ પંચાલની પસંદગી કરી છે ત્યારે તેઓ આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવી શકશે ખરા ?
કોણ છે જગદીશ વિશ્વકર્મા?
જગદીશ વિશ્વકર્મા વિશે વાત કરવામાં આવે તો તેઓ ભાજપના દિગ્ગજ નેતા છે હાલમાં તેઓ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યરત છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો , કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ , અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કેટલા સક્ષમ?
પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઓબીસી નેતાની પસંદગી માટે ભાજપે જગદીશ પંચાલની પસંદગી કરી. ઓબીસી સમુદાયના નેતા તરીકે તેમની લોકપ્રિયતા અને પાર્ટી આંતરિક વ્યવસ્થાપનની કુશળતા તેમને આ જવાબદારી માટે સક્ષમ બનાવે છે.
2022 ની ચૂંટણીમાં નવા ચહેરા તરીકે જીતીને તેમણે પાર્ટીની વ્યૂહરચનામાં યોગદાન આપ્યું.
આ નિમણૂકથી 2027 ની ચૂંટણી તરફ પાર્ટીને મજબૂતી મળશે, પરંતુ આંતરિક સંતુલન જાળવવું તેમની અગ્નિપરીક્ષા બનશે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








