Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ

Gujarat politics: રાજ્યમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેના કારણે દરેક પાર્ટીઓ અત્યારથી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે સત્તા પક્ષને હરાવવા માટે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કમર કસી લીધી છે. પરંતુ તેઓ એક થઈને લડશે કે અલગ અલગ તેને લઈને અટકળો ચાલી રહી હતી જેના પર આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. તેમણે ખુલાસો કર્યો કે આમ આદમી પાર્ટીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન કરવામાં નહીં આવે તેવો નિર્ણય લીધો છે. આ સાથે ઈશુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપ પાર્ટીની રણનીતિ પણ જાહેર કરી હતી.

 સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપ પાર્ટી એકલા હાથે લડશે 

આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે તેથી જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની માંગને લઈને અને લોકોને ઈચ્છાને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે દેશ બચાવવાની વાત આવી ત્યારે આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. આમ આદમી પાર્ટી કામની રાજનીતિથી ચાલે છે. આમ આદમી પાર્ટી જ્ઞાતિ, જાતિ, ધર્મ ઉપર નહીં પરંતુ સર્વ સમાજનો, સર્વ લોકોનો વિકાસ થાય, લોકોના ટેક્સના પૈસાથી એમને યોગ્ય વળતર મળે એ નીતિથી કામની રાજનીતિ અમે કરીએ છીએ.

ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો 

વધુમાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે,  ચાર સીટ પર વિધાનસભાની પેટા ચૂંટણી આવી ત્યારે એમાં એવું નક્કી થયેલું કે વિસાવદરની ચૂંટણી આવશે ત્યારે આમ આદમી પાર્ટી એક એ સીટ પર લડશે અને બાકીની ત્રણ કોંગ્રેસની જે સીટ છે એ કોંગ્રેસ લડશે. પરંતુ એના પછી મને જાણકારી મળી અને આપણે જોયું કે કમલમમાંથી કોંગ્રેસને એવું પુછવામાં આવ્યું કે તમે ઉમેદવાર ઉભા રાખવાના છો તો અમે વિસાવદરની ચૂંટણી લાવીએ. દોઢ વર્ષથી ચૂંટણી અટકાવી રાખનાર આ ભાજપ એના માણસોને કહીને પછી હાઇકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાવડાવે છે અને જે ચર્ચા થઇ હતી એ જ રીતે કોંગ્રેસે છેલ્લી ઘડીએ “ત્રીજી પાર્ટી નથી ચાલતી” એવી ફાંકા ફોજદારી કરીને વિસાવદરમાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી. એટલું જ નહીં કોંગ્રેસે એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી કે એમણે ઉમેદવાર તો ઉભો રાખ્યો પરંતુ પ્રચાર પણ એવી રીતે કર્યો કે “જનતા કોંગ્રેસને મત આપે નહીં તો કોઈ વાંધો નથી પરંતુ ભાજપને મત આપજો આમ આદમી પાર્ટીને મત આપશો નહીં” અને કોંગ્રેસના નેતાઓ રૂપિયા વેચતા પણ પકડાયા હતા. એટલી હદે કોંગ્રેસ ભાજપની જેમ જ આમ આદમી પાર્ટીને હરાવવા માટે મેદાનમાં ઉતરી હતી.

આમ આદમી પાર્ટી 12,000 યુવા ચહેરાઓને ઉતારશે મેદાનમાં

કોંગ્રેસના સારા કાર્યકર્તાઓ નક્કી કરીને અમારી પાસે સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આવ્યા અને તેમણે એવું કહ્યું કે “કોંગ્રેસ ઉપર અમને વિશ્વાસ નથી.” અંદાજે છેલ્લા દોઢ મહિનામાં 10,000થી વધુ કોંગ્રેસના સારા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બીજી વાત એ છે કે ગુજરાતની જનતા પણ ઈચ્છી રહી છે કે કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ક્યારેય જતા નહીં કારણ કે આ તો કમલમથી નક્કી થાય છે, કોંગ્રેસને ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારતી નથી કારણ કે 30 વર્ષ થયા ભાજપને હરાવવાની કોંગ્રેસની તાકાત નથી અને એટલા માટે જ ગુજરાતની જનતાની ઉમ્મીદ અને આશા આમ આદમી પાર્ટી બની છે અને લોકોની એવી ઈચ્છા છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે અને એટલા માટે જ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણી એકલા હાથે મજબૂતાઈથી લડશે અને આ ચૂંટણી ગુજરાતની જનતા લડશે અમે તો માત્ર નિમિત્ત બનવાના છીએ. આમ આદમી પાર્ટી 12,000 યુવા ચહેરાઓને ઉતારશે જે મુખ્યમંત્રી, ધારાસભ્ય, સાંસદના દીકરાઓ નહીં હોય પરંતુ સામાન્ય પરિવારના આમ લોકો હશે, એ લોકો ટિકિટ લેશે, એ લોકો ચૂંટણી લડશે, એ જ લોકો જીતશે અને નેતૃત્વ કરશે આ અમારો મુખ્ય લક્ષ્ય છે. આ લક્ષ્ય માટે જ આમ આદમી પાર્ટી 12,000થી વધુ લડવૈયાઓ ગુજરાતની સેવા માટે તૈયાર કરશે.

આ પણ વાંચો: 

Gujarat politics: ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ:મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે?

Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો

 

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?