
Gujarat Politics: ગઈકાલે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયા બાદ આજે ગુજરાતમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં જૂના મંત્રીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. ત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી ખેડા જીલ્લાની મહુધા વિધાનસભા વર્ષ 2022માં ભાજપના હાથમાં આવી હતી. જ્યાં કમળા ગામના સંજયસિંહ મહિડા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે તેમને સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળતાં મહુધામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સંજયસિંહ મહિડાને સ્થાન મળતાં મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ બાદ આજે (17 ઓક્ટોબર) મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં 26 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે ખેડા જીલ્લામાંથી મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેતાં મહુધા તાલુકાના લોકમાં ખુશીનો માહોલ છે.
મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ
મહુધા વિધાનસભા ક્ષેત્રના પ્રથમ ધારાસભ્ય છે જેઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તરફથી જીત્યા હતા અને આજે 17 ઓક્ટોબર 2025ના રોજ, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. મહુધા ક્ષેત્રના અગાઉના કોંગ્રેસી ધારાસભ્યો જેમ કે નટવરસિંહ ઠાકોર (2007, 2012) અને ઇન્દ્રજીતસિંહ પરમાર (2017) કોઈ મંત્રી નહોતા.
મહુધા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ 1975ની ચૂંટણીથી લઈને 2022ની ચૂંટણી સુધી ચાલ્યું હતું. આ સમયગાળામાં કોંગ્રેસે 10 વાર જીત મેળવી હતી અને કુલ 47 વર્ષ સુધી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહુધા કોંગ્રેસનો ગઢ કહેવાતુ. 2022માં ભાજપાની જીત થયા પછી આ યુગનો અંત આવ્યો.
જાણો સંજયસિંહ મહિડા કોણ છે?
સંજયસિંહ મહિડા સમગ્ર ખેડા જીલ્લામાં સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય છે. તેઓ દિકરીઓના દર વર્ષે વિના મૂલ્યે સમૂહલગ્ન કરાવે છે. દરેક જરુરિયામંદ લોકોને સતત મદદ કરતાં રહે છે. કુદરતી આફતમાં પણ સતત મદદ કરતા આવ્યા છે. તેઓ તમામ 182 ધારાસભ્યોમાંથી માત્ર 1 માત્ર સ્વચ્છ છબી ધરાવે છે.
તેઓ કમળા ગામના વતની છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં મહુધા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી, જ્યાં તેમણે 91,900 મત મેળવ્યા અને કોંગ્રેસના ઇન્દ્રજીતસિંહ પરમારને 25,689 મતોના તફાવતથી હરાવ્યા હતા. આ જીતથી મહુધા ક્ષેત્રમાં 30 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસના વર્ચસ્વને તોડવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો:
Gujarat politics: હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી, રાજ્યના સૌથી યુવા DYCM
Gujarat politics: રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, નવા મંત્રીઓની શપથવિધિ માટે માંગી અનુમતિ






