Gujarat politics: ભાજપને વિરોધનો આટલો બધો ડર? મોદી આવે તે પહેલાં જ કોંગ્રેસી નેતાઓની અટકાયત

Gujarat politics:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન, 25 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી નીકળીને નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે, જે બાદ નિકોલમાં એક સભાનું આયોજન થશે. આ સભામાં પીએમ મોદી 5477 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નિકોલ વિસ્તારમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

પોલીસે કોંગ્રેસી નેતાઓની કરી અટકાયત

જોકે, આ કાર્યક્રમ પહેલાં જ અમદાવાદ પોલીસે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અટકાયત કરી છે. કોંગ્રેસે ખરાબ રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને વોટ ચોરી જેવા મુદ્દાઓને લઈને કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી. પરંતુ, પોલીસે આ યોજનાને નિષ્ફળ બનાવવા માટે પૂર્વેની કાર્યવાહી હાથ ધરી.

કયા કયા નેતાઓને કરાયા નજરકેદ?

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક, પ્રદેશ પ્રવક્તા નાગજી દેસાઈ, એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા અને હેમાંગ રાવલ સહિત અન્ય નેતાઓને નરોડા, નિકોલ અને આસપાસના વિસ્તારોમાંથી નજરકેદ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના સરકાર પર આક્ષેપ

કોંગ્રેસે આ મામલે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર વિકાસના દાવાઓ કરે છે, પરંતુ રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે, જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે વિરોધ કરવો એ લોકશાહીનો હિસ્સો છે, તો પછી સરકાર પોલીસનો દુરુપયોગ કરીને નેતાઓની ધરપકડ કેમ કરી રહી છે? આ ઘટનાએ રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે, અને પીએમના આગમન પહેલાં જ રાજ્યમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

વિરોધ કરતા લોકો સામે સરકારની અઘોષિત કટોકટી

ન માત્ર કોંગ્રેસી નેતાઓને પરંતુ પોલીસે માજી સૈનિકોને પણ નજર કેદ કર્યા છે જેથી તેઓ વિરોધ ન નોધાવી શકે. છેલ્લા કેટલાય દિવસથી પૂર્વ સૈનિકો સરકારમાં 10 ટકા અનામત મુજબ ભરતી કરવા સહિતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ત્યારે મોદી આવે તે પહેલા જે પણ વ્યક્તિઓ વિરોધ કરી શકે તેવું લાગે તેમને નજર કેદ કરવામાં આવી રહ્યા છે એક તરફ સરકાર ઓપરેશન સિંદૂરના નામે વાહવાહી લૂટી રહી છે જ્યારે બીજી તરફ સૈનિકો સાથે આવું વર્તન કરી રહી છે તે કેટલું યોગ્ય કહેવાય? આમ વિરોધ કરતા લોકો સામે અઘોષિત કટોકટી જેવી સ્થિત ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી છે.

આ પણ વાંચો:

Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા

મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel

મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73

Related Posts

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 7 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 13 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 9 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 5 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 24 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 28 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી