
Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ, અરબી સમુદ્રમાં લો-પ્રેશર વિસ્તાર અને ઉત્તર ભારતથી આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર થશે.
ગુજરાતમાં વરસાદની આગાહી
આ સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેની સાથે પૂરનું જોખમ પણ વ્યક્ત કરાયું છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો, ખાસ કરીને ભાવનગર, જુનાગઢ, અમરેલી અને ગીર વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, તેમજ દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા અને કડીમાં ભારે વરસાદની આશંકા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ, દાહોદમાં આજથી જ વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.
15 ડિસેમ્બર સુધી માવઠું ચાલુ રહેશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 15 ડિસેમ્બર સુધી માવઠું ચાલુ રહેશે, અને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ચક્રવાતની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.આ ઉપરાંત, શિયાળામાં ઠંડીનો ચમકારો વધશે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડીનો પ્રારંભ થશે, અને 14 જાન્યુઆરી બાદ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે.
આ પણ વાંચો:
Bihar politics: ગુજરાત ‘ઠારવા’ જતાં બિહારમાં ભૂકંપ, અમિત શાહ કેમ અચાનક બિહાર દોડ્યા?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?









