
Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદનો સિલસિલો યથાવત છે. આજે પણ વરસાદનું જોર ઘટવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ રહેશે. નોંધનીય છે કે, હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે સ્થાનિક વહીવટને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
બાકીના 24 જિલ્લામાં યેલો એલર્ટ
રાજ્યના અન્ય 24 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે, જેનાથી રોજિંદા જનજીવન પર આંશિક અસર થઈ શકે છે.
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
23 ઓગસ્ટ
કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 ઓગસ્ટ
કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં યેલો એલર્ટ જાહેર, જ્યાં હળવો વરસાદ રહી શકે છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીનાં પગલાં લેવા અપીલ કરી છે.
આ પણ વાંચો:
Aniruddhasinh Jadeja ફરી જેલ ભેગા થશે? બે – બે કેસમાં બરાબરના ભરાયા, જાણો સમગ્ર મામલો
USA Earthquack News: અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા, 8.0ની નોંધાઈ તીવ્રતા, સુનામીનો ભય







