
Gujarat Rain Forecast: ગુજરાતમાં નવરાત્રી બાદ વરસાદે વિરામ લીધો હતો. જો કે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દિવાળીના તહેવારમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો વખતે જ વરસાદની આગાહી કરતાં લોકોમાં ચિંતા વધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદ દિવાળી (20 ઓક્ટોબર)ના તહેવારને અસર કરી શકે છે. દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો પણ ટકોરા મારી રહ્યો છે.
ગુજરાતમાં શિયાળાના સંકેતો દેખાઈ રહ્યા છે, કારણ કે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત રાત્રિએ 17.6 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ નલિયામાં 18.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. અમદાવાદમાં 21.1 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
આ પણ વાંચો:
Botad: કપાસનો કાળો કારોબાર અને રાજકારણ, લડત પછી ડહાપણ
Botad: ‘100 ટીમ બનાવી 400 APMCમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું’, AAP પાર્ટીની જાહેરાત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR
Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો









