
Gujarat Rain Forecast: નવા વર્ષના તહેવારોના ઉત્સાહી વાતાવરણમાં ગુજરાતના આકાશ પર કાળા મેઘોની છાયા પડી આવી છે. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશનની સક્રિયતાને કારણે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને 25થી 27 ઓક્ટોબર સુધી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3 અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં DC-1 સિગ્નલ જાહેર કરાયા છે, જેના કારણે માછીમાર સમુદાયને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ અણધાર્યા વરસાદી મોસમથી ખેડૂતોમાં પાકના નુકસાનની ચિંતા વધી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ત્રેવડી ઋતુનો આનંદ મળી રહ્યો છે.
વલસાડમાં વરસાદની ધબદાટી
દિવાળીની રોનકને મેઘોની છાયાદિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે આજે બપોર પછી વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાપી અને આજુબાજુના વિસ્તારોમાં પવનની ઝડપી ધમાલ સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેનાથી ત્રેવડી ઋતુનો અહેસાસ થયો. શહેરી વિસ્તારોમાં ઠંડકનો માહોલ છવાઈ જતાં લોકોમાં આનંદની લહેર દોડી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ. કપાસ, મગફળી અને અન્ય પાકોની કાપણીના કાર્યક્રમ વચ્ચે આ વરસાદથી નુકસાનની આગાહી કરવામાં આવી છે.
કયા વિસ્તારોમાં કેવો વરસાદ?
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશનની સક્રિયતા વધી રહી છે, જેના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. આજે (24 ઓક્ટોબર) પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વરસાદ સાથે પવનની ઝડપ પણ 40-50 કિમી/કલાક સુધી વધી શકે છે.
આવતીકાલ 25 ઓક્ટોબરે વધુ તીવ્રતા જોવા મળશે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છ જેવા મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ
દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં LCS-3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના કાંઠાક્ષેત્રોમાં DC-1 સિગ્નલ જારી કરાયા છે, જેનો અર્થ થાય છે કે પવનની ઝડપ 55- 65કિમી/કલાક સુધી વધી શકે છે. માછીમાર વિભાગે રાજ્યના તમામ માછીમારોને આગામી ત્રણ દિવસ સમુદ્રમાં ન જવાની નોંધપાત્ર નોટિસ જારી કરી છે.
આ પણ વાંચો:
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો
Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?









