Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

Gujarat unseasonal rains: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે. ક્યાક આધી સાથે વરસાદ પડ્યો છે. ગઈકાલે ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં લોકોના છાપરા અને પતરાં ઉડી ગયા છે. તોફાન સાથે આવેલા વરસાદમાં ગુજરાતમાં 8 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા છે, વડોદરામાં 3, અમદાવાદ 1, અરલલ્લીમાં 2 સહિત અન્ય જગ્યાએ મોત થયા છે. 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડતાં કેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં લહેરાતો ઉભો પાક પાણીમાંગરકાવ થઈ ગયો છે. બનાસકાંઠમાં ભારે પવનના કારણે ઘરોના પતરાં પણ ઉડી ગયા છે. લોકોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ક્યાક વીજ થાંભલા પડી ગયા છે. ગામડાંઓમાં ભારે વરસાદને કારણે વીજળી પણ જતી રહી હતી. બાદમાં વીજપૂરવઠો પુનઃ શરુ કરાયો હતો.

આણંદ,ખેડા, વડોદરા, દાહોદ, પાટણ, સાબરકાંઠા, ડાંગ, સુરત, દ્વારકા, હિંમતનગર, ચોટીલા સહિતના જીલ્લાઓ પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે. હાલ ખેડૂતો સહિત ઈંટોના ભઠ્ઠાની સિઝન ચાલી રહી છે. જેથી કાચી ઈંટો ભીંજાઈ જતાં ભઠ્ઠા માલિકોને મોટું નુકસાન થયું છે. કેરીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી

આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ ઉપરાંત ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં વંટોળ, કરા અને ધોધમાર વરસાદની આગાહી છે. બીજી તરફ આજે ફરી મહિસાગરમાં ભારે વરસાદ શરુ થઈ ગયો છે. આજ સવારથી જ જીલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહિસાગરમાં બે દિવસ પૂર્વે પડેલા વરસાદમાં બે ભેંસના મોત થયા હતા. દાહોદ, મહેસાણા, બનાસકાંઠા, મહિસાગરમાં આજે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ

UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

મહિસાગર જીલ્લામાં નાવડીમાં જાન પ્રસ્થાન, આ છે ગુજરાત મોડલ? | Mahisagar

Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!