ગુજરાતમાં કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શન: Kunvarji Bavaliya

  • Gujarat
  • September 9, 2025
  • 0 Comments

Kunvarji Bavaliya: જલજીવન મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય હતુ. મહીસાગર જિલ્લામાં અનિયમિતતા અંગે 122 એજન્સી અને 41 પાણી સમિતિ પાસેથી રૂ. 2.97 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.

વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. જો કે વાસ્તવિકતા કંઈ અલગ જ દેખાઈ રહ્યા છે. ગુજરાતના ઘણા ગામડાંઓમાં નળ માટે ટળવળી રહ્યા છે. નળ છે તો પાણી નથી. દાહોદ સહિત અનેક જીલ્લાઓમાં લોકો દૂર દૂર સુધી પાણી લાવવા મજબૂર છે.

ત્યારે આજે વિધાનસભમાં ‘નલ સે જલ’ યોજના અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી છે. જે અંતર્ગત જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની ઓકટોબર-૨૦૨૨ સુધીમાં આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેતાં કામોમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કામગીરી હાલ ચાલુ છે.

15મી ઓગષ્ટ, 2019ના રોજ વડાપ્રધાનએ જળશકિત મંત્રાલય-જલ જીવન મિશન, ‘નલ સે જલ’ યોજનાની જાહેરાત કરી, તે પહેલાં રાજ્યમાં આંતરિક પેય જળ વ્યવસ્થા, સેક્ટર રિફોર્મ પાયલોટ પ્રોજેકટ અને વર્ષ-૨૦૦૨માં આંતરિક પેય જળ વ્યવસ્થાના ભાગરૂપે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની રચના કરી, ગ્રામ પંચાયત સુધીની વિવિધ વ્યવસ્થા કરી હતી.

ત્યાર બાદ 10 ટકા લોકભાગીદારીથી સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અને વર્ષ- 2012થી 2019 સુધી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજનાની નવી ગાઈડલાઈન સાથે વાસ્મો મારફતે સમગ્ર રાજ્યમાં કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારે રાજ્યના કુલ 91 લાખ ઘર પૈકી 65 લાખ ઘર, એટલે કે 71ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જ્યારે 2019થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-2024 સુધીમાં બાકીનાં ૨૬ લાખ ઘરોમાં પણ નવા નળ કનેકશન આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના 10 ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતાં, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહી ગયેલા, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં, જ્યાં પંચાયત/પાણી સમિતિની આર્થિક સ્થિતિ નબળી હોય, તેવા આદિજાતિ વિસ્તારો માટે 10 ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવી આ કામગીરી કરવામાં આવી છે.

એટલું જ નહીં, આદિજાતિ વિસ્તારોમાં ઘરો છૂટાછવાયા હોઈ, શરૂઆતમાં 20 ઘરોનું કલ્સ્ટર બનાવીને અને છેલ્લે 10 ઘરોના કલ્સ્ટરને જોડીને પણ ‘નલ સે જલ’ હેઠળ આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી કરી છે. ઉપરાંત, પાણીના સોર્સને ટકાઉપણા માટે જૂથ યોજનાઓના મજબૂતીકરણ અને સરફેસ સોર્સ માટે બલ્ક પાઈપ લાઈનના કામો હાથ ધરવામાં આવી છે.

‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મળેલ ફરિયાદો અંગેની કાર્યવાહી વિશે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં કુલ 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે ઘરે નળ માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંગેની ફરિયાદો અંગે 630 ગામમાં તપાસ કરાતાં અનિયમિતતાઓ ધ્યાને આવતાં 112 એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવેલ છે. જ્યારે 112 એજન્સી તેમજ 41 પાણી સમિતિ સામે રિકવરીના આદેશ કરીને આજ દિન સુધીમાં રૂ. 2.97 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તદુપરાંત, 12 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું બાવળિયાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો:

સુખીએ દુઃખી કર્યાં: કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટ્યુ, નહેર ધોવાઇ ગઈ | Chhota Udepur

Ahmedabad: ‘મારા ભાઈ-ભાભી જતા રહ્યા, આવું બીજા સાથે ના થાય’, વરસાદી પાણીમાંથી વીજકરંટ લાગતાં દંપતીનું મોત

Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?

‘તંત્ર ગુંડાગીરી પર આવ્યું’, પોલીસે AAP ધારાસભ્યની કેવી રીતે કરી ધરપકડ? | Doda | Mehraj Malik

Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!

Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ