
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અંતિમયાત્રામાં થયેલા ખર્ચને લઈ ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. 16 જૂન, 2025ના રોજ રાજકોટમાં યોજાયેલી તેમની અંતિમયાત્રાનો ખર્ચ ભાજપે(BJP) ચૂકવવાની ના પાડી દીધી છે અને આ ખર્ચ રૂપાણી પરિવાર પાસેથી વસૂલવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને ખાસ કરીને ભાજપના આંતરિક વિખવાદની વાતોને વેગ આપ્યો છે.
અંતિમયાત્રાનો ખર્ચ અને પરિવારનો આંચકો
16 જૂન, 2025ના રોજ રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી. આ યાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. ગુજરાત સરકારે પણ નિયમોને અનુરૂપ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અંતિમયાત્રામાં ફૂલહાર, ટેન્ટ, શબવાહનની સજાવટ અને શ્રદ્ધાંજલિ માટે લગાવવામાં આવેલા પોસ્ટર-બેનરનો ખર્ચ અંદાજે 20થી 25 લાખ રૂપિયા થયો હતો.
જોકે, જુલાઈ મહિનામાં જ્યારે ફૂલહાર અને ટેન્ટની વ્યવસ્થા કરનારા વેપારીઓ રૂપાણી પરિવાર પાસે ચૂકવણી માટે આવ્યા, ત્યારે પરિવારને આ ખર્ચ ભાજપ દ્વારા નહીં ચૂકવવામાં આવે તેવી જાણકારી મિડિયા રુપોર્ટ દ્વાર મળી છે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનાથી પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. રૂપાણી પરિવારે મોટું મન રાખીને વેપારીઓની ચૂકવણી કરી દીધી છે, પરંતુ હજુ પણ કેટલાક બાકી ચૂકવણી માટે વેપારીઓ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપનું વલણ અને પરિવારની નારાજગી
વિજય રૂપાણીના રાજકીય જીવનની વાત કરીએ તો, તેમણે ભાજપ અને ગુજરાતના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. 1987માં રાજકોટ મનપામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા, 1996-97માં રાજકોટના મેયર બન્યા, 2006-2012 દરમિયાન રાજ્યસભા સાંસદ રહ્યા, અને 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સંવેદનશીલ અને જનહિતકારી નેતા તરીકે ઓળખ મેળવી હતી. આવા નેતાની અંતિમયાત્રાનો ખર્ચ ચૂકવવાની ભાજપની ના પાડવી એ પરિવાર અને સમર્થકો માટે પીડાદાયક રહી છે.
લોકોનું કહેવું છે કે , “પૈસાનો પ્રશ્ન નથી, પરંતુ વિજયભાઈએ ભાજપ અને ગુજરાત માટે જે રીતે જીવન ઘસી નાખ્યું, તે જોતાં પક્ષનું આ વલણ દુઃખદ છે. પક્ષે આ અંગે કોઈ પૂર્વ જાણકારી પણ આપી ન હતી.” સૂત્રોનું એમ પણ કહેવું છે કે સૌરાષ્ટ્રના બે પ્રભાવશાળી નેતાઓએ આ મામલે દોરીસંચાર કરીને હાથ અદ્ધર કર્યા હોવાનું માનવામાં આવે છે, જે ભાજપના આંતરિક વિખવાદને દર્શાવે છે.
વિજય રૂપાણીનું નિધન અને અંતિમયાત્રાવિજય રૂપાણીનું નિધન
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં થયું હતું. તેઓ પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા, જ્યારે વિમાન ટેકઓફ થયાની થોડી સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું. તેમના મૃતદેહની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને પરિવારે રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. 16 જૂનના રોજ રાજકોટમાં યોજાયેલી અંતિમયાત્રા લગભગ છ કિલોમીટર લાંબી હતી, જેમાં હજારો લોકો સામેલ થયા હતા. રૂપાણીના નિવાસસ્થાનથી સ્મશાનગૃહ સુધીની આ યાત્રામાં શબવાહનને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, અને શહેરભરમાં શ્રદ્ધાંજલિના પોસ્ટર-બેનર લગાવવામાં આવ્યા હતા.
રાજકીય વર્તુળોમાં ચર્ચા
ભાજપના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા લોકોનું માનવું છે કે વિજય રૂપાણી જેવા નેતા, જેમણે ભાજપની સંગઠનાત્મક શક્તિ અને ગુજરાતના વિકાસ માટે આટલું યોગદાન આપ્યું, તેમના પરિવાર પ્રત્યે આવું વલણ અયોગ્ય છે. ખાસ કરીને, જ્યારે રૂપાણીના નિધન બાદ તેમના સંવેદનશીલ અને લોકપ્રિય વ્યક્તિત્વના અનેક કિસ્સાઓ સામે આવ્યા, ત્યારે પક્ષનું આ વલણ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.
જુઓ આ વીડિયો
આ પણ વાંચો:
Bihar: મોદીએ અદાણીને 1 રુપિયાના ભાવે 1,050 એકર જમીન પધરાવી, મોદી જતાં જતાં અદાણીને….
Gujarat: મોદીને ગુજરાતમાં પહેલાની જેમ ‘Surprise CM’ બદલવા કેટલું મુશ્કેલ?
PM Modi: મોદીની માતાના અપમાનનો બદલો લેવા માત્ર બિહાર ભાજપે ઠેકો લીધો!, શું છે ચાલ?
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….








