
Gujarat Weather Forecast: રાજ્યના હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી તા.13 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ પડવા સાથે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી 3-4 દિવસમાં વિદાય લઈ શકે છે પરંતુ હાલમાં ‘શક્તિ વાવાઝોડું’ ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હોવાથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, તાપી, ડાંગ અને સુરત જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ઓક્ટોબર મહિનામાં પાછોતરા વરસાદ પડવાથી ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાનું જોખમ છે. વરસાદી ગતિવિધિને ધ્યાનમાં રાખીને હાલ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 3-4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય ભાગોમાંથી સત્તાવાર રીતે વિદાય લે તેવી સંભાવના વચ્ચે વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.
આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસુ સત્તાવાર વિદાય લઈ લેશે પણ ડિસ્ટબન્સની અસર હેઠળ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના સિઝનના વરસાદની વાત કરવામાં આવેતો રાજ્યમાં આ વર્ષે કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:
Gujarat politics: AAP નું એલાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં, ઈશુદાને જાહેર કરી રણનીતિ
પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








