
Gujarat weather forecast:ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે પાંચ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. બંદરો પર નંબર ત્રણનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજદે અમદાવાદ, દાહોદ,છોટા ઉદેપુર, ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ,મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા,વડોદરા, નર્મદા, વલસાડ, તાપી અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી નવી વરસાદી સિસ્ટમ થશે સક્રિય
આ ઉપરાંત, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં તીવ્ર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટથી નવી વાતાવરણીય સિસ્ટમ સક્રિય થશે, જેના પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સ્થિતિને કારણે નદીઓમાં પૂરનું જોખમ પણ રહેલું છે.
અમદવાદના 133 ગામોને એલર્ટ
અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે.ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવે છે ત્યારે આજે પણ ધરોઈ ડેમમાંથી 51848 ક્યુસેક જેટલું પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. જેના કારણે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
મોદીની સભા માટે ભીડ ભેગી કરવી હોય તો પોતાનાં દમ પર કરો ,ખોડલધામનો ઉપયોગ ન કરો : jeegeesha patel
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73