
Gujarat Weather: ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદ,સુરેન્દ્રનગર અને અમરેલી જેવા શહેરોમાં 40 ડીગ્રી સુધી તાપમાન પહોચી રહ્યું છે. ત્યારે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.
તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન
છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં ખુબ વધારો થતો જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી સુધી પહોચી ગયું હતું. પણ હવે ઉતર -પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. માટે માટે આજ થી તાપમાનમાં 2 થી3 ડીગ્રી સુધી ઘટાડો થશે.
કમોસમી વરસાદ થવાની સંભાવના
મહારાષ્ટ્રમાં સાયકલોનીક સિસ્ટમ સર્જાઈ છે. તેને લઈને 29મી માર્ચ પછી ગુજરાતના વાતાવરણમાં પલટો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. અને અમદાવાદ, બનાસકાઠા અને મધ્ય-ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ગૌ હત્યાના બે ગુનેગારોને 7 વર્ષની સજા, કોર્ટનો ચૂકાદો, કેટલો દંડ?
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહી દીધુ, PoK ખાલી કરવું પડશે, વાંચો વધુ
આ પણ વાંચોઃ Delhi Budget 2025: દિલ્હીનું પહેલીવાર 1 લાખ કરોડનું બજેટ, મુખ્યમંત્રીની જાહેરાત, જાણો વધુ