
Gujarat Weather Update: રાજ્યમાં હોળી પહેલા જ આકરી ગરમી પડી રહી છે. ગુજરાત જાણે અગનભઠ્ઠી બન્યુ હોય તેમ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. તાજતરની આગાહી અનુસાર 14 માર્ચ સુધી આકરી ગરમી સાથે હેડવેવની અસર થઈ શકે છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલ લોકોને રાહતના સમાચાર આપ્યા છે.
15મી માર્ચથી ગરમીમાં થશે આંશિક ઘટાડો-અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલ પટેલે જણાવ્યું છે કે આગામી 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 34થી 36 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. હોળીના દિવસોમાં હવામાનમાં પલટો આવવાની પણ આગાહી છે.
ઉનાળામાં ગરમીથી બચાવા શું કરવું
ગરમીથી બચવા તરસ હોય કે નહીં નિયમિત અડધા કે ક્લાકના અંતરે પાણી પીતા રહેવું,
છાશ-આમલી-કોકમ-લીંબુ શરબત કે તાજા ફળનો રસ પીવો,
તાજો ઘરનો ખોરાક કે પીણા પીવા,
બહારનો મસાલાવાળા કે તળેલા ખોરાક નહી આરોગવા
એરેટેડ ઠંડા કે બરફવળા પીણા નહી પીવા
તડકાથી બચવા ભર બપોરે બહાર ન નીકળવુ,
કામકાજ હોય તો સવારે ઠંડકના સમયે પૂર્ણ કરી લેવા,
સુતરાઉ અને હલકા રંગના કપડાં પહેરવા.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં બાળાની બલી ચઢાવવા મામલે નવો વળાંક, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? |Bodeli News
આ પણ વાંચોઃ પ્રદૂષણ ફેલાવવામાં ભારત નંબર-1? વિશ્વમાં પ્રદૂષણ ફેલાવનારા ટોપ-20 શહેરોની યાદી જાહેર
આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame
આ પણ વાંચોઃ Morbi: બાળકી પર બળાત્કાર ગુજારનાર રીક્ષાચાલકને આજીવન કેદ, 35,100નો દંડ, પિડિતાને 4 લાખની સહાય







