Gandhinagar: વિધાનસભા પરિસરમાં ગૃહમંત્રી પર જુતું ફેકનાર ગોપાલ ઇટાલિયાએ પહેલીવાર ગૃહમાં પગ મૂક્યો, જાણો તેમણે શું કહ્યું?

  • Gujarat
  • September 8, 2025
  • 0 Comments

Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની બહાર પોસ્ટરો પકડીને અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ત્યારે આપના ધારાસભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો હતો.

વિધાનસભાના સત્રના પહેલા દિવસે વિપક્ષપનો વિરોધ

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. આ ત્રણેય ધારાસભ્ય ગુજરાતમાં કથળેલી રોડ-રસ્તાની ખરાબ સ્થિતિને લઈને જનતાનો અવાજ બનીને બેનર અને પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી.

ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું ?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી અને ખાડાવાળી સ્થિતિમાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોના આ શરીરને, વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકો ખૂબ દુઃખી છે અને થાકી ગયા છે. આજે હું મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાનો મુદ્દો લઈને આવ્યો છું. અમે એવી આશા રાખીએ છીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો અને ખાડામાં પડતા માણસોની પીડા દેખાય.

હું થોડો નર્વસ છું : ગોપાલ ઇટાલીયા

આજે મારો પ્રથમ દિવસ હોવાથી મને અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસાની સાથે સાથે થોડી નર્વસનેસ પણ છે. આ વિધાનસભામાં કંઇ રીતે કામગીરી થાય છે, અહીંના લોકો કઈ રીતે કામ કરે છે, અહીંના નિયમો આ તમામ બાબતો વિશે જાણવાની મને જિજ્ઞાસા છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢ, ભેંસાણ અને વિસાવદરના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે, અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે. હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એમાં હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ બાબતને લઈને હું થોડો નર્વસ છું. મેં 18 જેટલા સવાલો, ચાર જેટલી નોટિસો અને એક ટૂંકી મુદ્દતની નોટિસ એમ કરીને કુલ 25 જેટલા સવાલો મેં સરકારને પૂછ્યા છે. એમાંથી કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એ ગૃહની અંદર ગયા પછી મને જાણ થશે.

ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ગૃહમાં પહેલી વખત પગ મૂક્યો

મહત્વનું છે કે, આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પહેલીવાર ધારાસભ્ય તરીકે ગૃહમા આવ્યા છે. ત્યારે વિધાનસભા પરિસરમા જ એક સમયે ગૃહમંત્રી પર જુતું ફેકનાર ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બનીને તે જ વિધાનસભામાં ગૃહમાં પહેલી વખત પગ મૂક્યો છે ત્યારે તેમણે પહેલા દિવસે જ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

પહેલા જ દિવસે ટાઉન પ્લાનિંગ- TP નો પ્રશ્ન પુછ્યો

ગોપાલ ઇટાલિયા વિધાનસભામા પહેલા જ દિવસે ટાઉન પ્લાનિંગ- TP નો પ્રશ્ન પુછ્યો છે.ઇટાલિયાનો પોતાનો પ્રશ્ન નહોતો પણ તેમણે બીજાના પ્રશ્નમા પુરક સવાલ ઉઠાવીને કેટલી TP સ્કીમ નિયત સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ ફાઇનલ થઈ નથી ?તેવી પૃચ્છા કરી છે.

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Kerala Congress controversy: બિહાર અને બીડીને ‘B’અક્ષરથી જોડતી પોસ્ટ પર કાર્યવાહી, સોશિયલ મીડિયાના વડાએ આપ્યું રાજીનામું

Related Posts

Sagbara Forest Land Protest: સાગબારામાં ફરી ‘વન અધિકાર સત્યાગ્રહ’, જંગલ જમીનના હક માટે આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર
  • October 3, 2026

Sagbara Forest Land Protest: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે ‘પુનઃ વન અધિકાર સત્યાગ્રહ’નો બીજો તબક્કો શરૂ થયો છે. લાંબા સમયથી જંગલ જમીન પર ખેતી…

Continue reading
Dahegam Fake Ghee: દહેગામના કળાદરામાં નકલી ઘી બનાવવાના આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાની ‘જનતા રેડ’થી તંત્ર સામે સવાલ
  • October 3, 2026

Dahegam Fake Ghee: ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો અને ભેળસેળના કિસ્સાઓ વચ્ચે ગાંધીનગરના દહેગામ તાલુકાના કળાદરા ગામમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ‘જનતા રેડ’ કરવામાં આવી હોવાનો દાવો સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ

  • October 5, 2026
  • 2 views
Parliament Climate Questions: પેરિસ કરારના દસ વર્ષ બાદ સંસદમાં પર્યાવરણ પર માત્ર 3.3% સવાલો, અભ્યાસમાં ઉઠ્યા ગંભીર સવાલ

Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

  • October 4, 2026
  • 5 views
Northeast India News: નાગા સંગઠનોનું સરકાર સામે આક્રમક વલણ- સરહદી વિસ્તારોમાં સુરક્ષા નહીં મળે તો ચીન પાસેથી મદદ લેવાની ચેતવણી

Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

  • October 4, 2026
  • 7 views
Rahul Gandhi Journalist Harassment: મહિલા પત્રકાર સાથે ગેરવર્તનના આરોપો વચ્ચે રાહુલ ગાંધીનો સવાલ, ‘અમિત શાહ જી, તમે ક્યાં છો?’

BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

  • October 4, 2026
  • 7 views
BitChat removed Apple Store: ભારતના App Store પરથી Jack Dorseyની BitChat હટાવી, સરકારની માંગ પર Appleની કાર્યવાહી

Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

  • October 4, 2026
  • 5 views
Allahabad HC Noise Pollution: 7 વર્ષની બાળકીના મોત બાદ ધ્વનિ પ્રદૂષણ પર અલાહાબાદ HCનું સ્વતઃ સંજ્ઞાન, સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી

  • October 4, 2026
  • 12 views
Congress Food Inflation: મોંઘવારી વધતાં કોંગ્રેસનો PM મોદી પર પ્રહાર, જરાયમ રમેશે કહ્યું- ‘પ્રવચન મંત્રી’ની અસંવેદનશીલતાની કોઈ સીમા નથી