Anklav​: અંબાવ ગામમાં ખેડૂત ભર બજારે ભડભડ જીવતો સળગતો હતો અને ‘કમળ’ના ચિન્હ વાળી ગાડી માંથી શૂટિંગ થતું હતું!!

●ખૌફનાક ઘટનાનું વીડિયો સાથેનું સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ!!

■ભાજપના રાજમાં ગુંડાઓ બેફામ! અંબાચ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે લડતા ખેડૂતને જીવતો સળગાવવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત ; જનતામાં ભયની લાગણી!

■ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનાર આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એક તરફ ભરતભાઇ જીવતા સળગી રહયા હતા અને બીજી તરફ તે ઘટનાનું શૂટિંગ થતું હતું અને ‘તેણે જાતે કર્યું’ તેવું કહે છે તો બીજો કહે છે કે પણ ગામ વાળાએ જોયું છે!!
આ ગાડીમાં ‘કમળ’નું ચિન્હ લટકતું જોવા મળે છે!!

Anklav​: ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવા જતાં ગામના સરપંચ અને તેના પરિવારે ભરત પઢીયાર નામના ખેડૂતને જીવતો સળગાવી દેવાના ગંભીર આરોપ લાગ્યા છે,ભરત ભાઈએ પોતે આ નિવેદન હોસ્પિટલના બિછાનેથી આપ્યું છે.

પોતાને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થયો હોવાનું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે જણાવ્યું હતું.

આ કમકમાટીભર્યા દ્રશ્યો એક ગાડીમાં કેદ થઈ રહયા હતા તે ગાડીમાં ભાજપના ચિન્હ ‘કમળ’ લટકતું જોવા મળ્યું હતું આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારે મીડિયા કર્મીઓને પણ પોતાને સરપંચ પરિવારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું છે.

પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરાયા બાદ પણ કોઈ નિવેડો નહિ આવતા પ્રેસમાં આ અંગે ઇન્ટરવ્યુ આપતા જ સરપંચ પરિવાર ઉશ્કેરાયો અને તેમને જીવતા દીવાસળી ચાંપી દીધી.

આ સમયે તેઓ લોટ દળાવવા ચક્કી ઉપર ગયા હતા ત્યારે ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા અને પોતાને માર મારતા મારતા ગામની વચ્ચે લઈ જવાયા જ્યાં કોકિલાબેને તેમને પકડી રાખ્યા અને નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું જ્યારે રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ આગ લગાડીને તેઓ ભાગી ગયા.

દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે. આ ગંભીર પ્રકારના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગઈ છે અને ભાજપના ચિન્હ વાળી ગાડીઓ ઠેરઠેર જોવા મળી રહી છે બધે જાણે ગભરાટનો માહોલ છે.આ મામલે The Gujarat Report ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વર્તમાન સ્થિતિ ઉપર જોરદાર વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!
  • March 27, 2026

Bhupendrapatel: ગુજરાત માથે દેવું વધી રહ્યું છે અને કેન્દ્રની મોદી સરકાર પણ ગુજરાતને પૂરતું બજેટ ફાળવતી નથી અગાઉ જ્યારે મનમોહન સરકાર હતી અને મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ મનમોહન…

Continue reading
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?
  • March 26, 2026

Gujarat Politics: ગુજરાતમાં જ્યારે જ્યારે ચુંટણીઓ આવે ત્યારે રાજકીય નેતાઓના આદિવાસી પટ્ટીમાં આંટાફેરા વધી જાય છે અને ભોળા આદિવાસી સમાજના મતો મેળવવા મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં આદિવાસીઓના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 3 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 2 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 5 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 8 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views