Tata Company: ટાટા સિમેન્ટ-પ્રદૂષણથી દ્વારકા-મીઠાપુરનો દરિયો અને મરીન નેશનલ પાર્ક ખતરામાં! હકીકત જાણી ચોંકી જશો! જુઓ વિડીયો

Tata Company: દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુર અને તેની આસપાસના ગામો તેમજ દરિયામાં મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવી ‘ટાટા’ એ પર્યાવરણનું સત્યાનાશ કાઢી નાખ્યાનો દરિયામાં જઈ વિડીયો ઉતારી જાગૃત નાગરીકે સત્ય ઉજાગર કર્યું છે તે જોઈ તમે ચોકી જશો.આ એપિસોડમાં સિનિયર પત્રકાર દિલીપ પટેલે સ્થાનિક આગેવાન દેવરામ વાલા સાથે વાતચીત કરી જે રીતે ત્યાંના દ્રશ્યો બતાવી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો છે તે જોઈ ચોંકી જશો.

આપને જણાવી દઈએ કે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની વર્ષોથી સોડા, મીઠું અને સિમેન્ટનું પ્રોડક્શન કરે છે પરંતુ કંપની માંથી નીકળતા ઘન અને પ્રવાહી ઝેરી કચરાનો નિકાલ દરિયામાં કરાઈ રહ્યો છે.જે વીડિયોમાં દર્શાવાયું છે.કંપનીના પ્રદૂષણની અસર સમુદ્રમાં તો થઈ રહી છે સાથે સાથે મીઠાપુર સહિત નજીકના ગામો તેમજ ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં માનવ જીવ, પશુ, પક્ષી, પર્યાવરણ અને ખેતી ઉપરાંત સમુદ્રી જીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે અહીંના જાગૃત આગેવાન અને વર્ષોથી લડત ચલાવતા દેવરામ વાલા ચારણે દરિયામાં ઉતરીને લાઈવ કવરેજ કરી માહિતી આપી હતી અને જે દ્રશ્યો બતાવ્યા તે ચોંકાવનારા હતા.

અધિકારી અમોલ આવટેની અધ્યક્ષતામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફિસરીજ અધિકારી, ખેતીવાડી અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી, સંબંધિત તલાટી વગેરે ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે ફરિયાદીને સાથે રાખીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત સમયે ટાટા કેમિકેલ્સનાં ઉચ્ચ અધિકારીઓ સાથે રહ્યા હતા.
દેવરામ વાલા ચારણે The Gujarat Report સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે અધિકારીઓ આવે અને સેમ્પલ લઈ જાય બાકી કાંઇ થતું નથી અને બિન્દાસ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.

ઉપરાંત ટાટા કેમિકલ્સ ફેક્ટરી માંથી નીકળતા ઝેરી રજકણો સુરજકરાડીનાઉધોગનગર, દેવપરા અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ થઈ રહ્યું છે.ટાટા કેમિકલ્સ વર્ષોથી સોલિડ કેમિકલ વેસ્ટ અને લિક્વિડ કેમિકલ વેસ્ટનું પાડલી પાસેનાં દરિયામાં નિકાલ કરે છે.અહીં આસપાસના ખેતરોની જમીન બંજર થઈ ગઈ છે.જંગલો નાશ પામ્યા છે. સમુદ્ર કિનારે થતા ચેરના હજારો વૃક્ષો નાશ પામ્યા છે. મીઠાપુર નજીકના સૂરજકરાડી,આરંભડા ભીમરાણા સહિતના ગામો પણ ટાટા કેમિકલ્સના પ્રદૂષણથી પ્રભાવિત બન્યા છે.

દરિયામાં વર્ષમાં એકવાર જ્યારે પાણી હઠી જાય ત્યારે સત્ય બહાર આવે છે અને દરિયામાં ત્રણ કિલોમીટર સુધી પ્રદૂષણના થર જામેલા જોવા મળે છે.આ આખા કાંડમાં જીપીસીબી થી લઈ સબંધિત વિભાગોને ખબર હોવાછતાં મિલીભગતમાં પગલાં ભરવામાં આવતા નહિ હોવાનું જણાવ્યું હતું.The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર..પ્રસ્તુત છે વિડીયો, જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

  • Related Posts

    India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
    • August 10, 2026

    India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

    Continue reading
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    • August 10, 2026
    • 3 views
    Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    • August 10, 2026
    • 5 views
    JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    • August 10, 2026
    • 5 views
    Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    • August 10, 2026
    • 7 views
    Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

    Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

    • August 10, 2026
    • 7 views
    Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

    Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને

    • August 10, 2026
    • 10 views
    Andhra Pradesh FDI: FDIના આંકડાઓ પર રાજકારણ, આંધ્રમાં TDP અને YSRCP આમને-સામને