ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

Mahesh Jirawala  Death Confirmation: અમદાવાદ(Ahmedabad)ના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને થયેલા દુઃખદ પ્લેન ક્રેશ(PlaneCrash)બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશભાઈ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા (ઉં.વ. 34)નો મૃતદેહ પોલીસે તેમના પરિવારને સોંપ્યો છે. DNA ટેસ્ટમાં મેચ થયા હોવા છતાં પરિવારનું મનડું માનતું ન હતુ કે મહેશનું મોત થયું છે. જોકે, અમદાવાદ પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન અને ચેસીસ નંબર, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પરિવારને ખાતરી કરાવી કે મૃતદેહ મહેશ જીરાવાલાનો જ છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશ જીરાવાલા પ્લેન ક્રેશના દિવસે પોતાનું એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલ નજીકથી તેમનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની માહિતી મળી હતી. તેમના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઈ કાલાવાડિયાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સના આધારે પોલીસને જાણવા મળ્યું કે મહેશનો મોબાઈલ ફોન પ્લેન ક્રેશના સ્થળે નજીક સ્વિચ ઓફ થયો હતો, જેના કારણે તેઓ આ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાની શંકા ઊભી થઈ.

જમણેથી પ્રથમ મહેશ જીરાવાલા

DNA ટેસ્ટ અને પરિવારની શંકા, પુરાવા માગ્યા

અમદાવાદ શહેરના સેક્ટર 2ના DCP રવિ મોહન સૈની અને અન્ય અધિકારીઓએ પરિવારને DNA ટેસ્ટની જરૂરિયાત સમજાવી. કાર્તિકભાઈના DNA નમૂના લઈને ફોરેન્સિક વિભાગે તપાસ કરી, જેમાં પ્લેન ક્રેશના સ્થળેથી મળેલા મૃતદેહ સાથે DNA મેચ થયો. આમ છતાં પરિવારને ખાતરી નહોતી અને તેઓએ વધુ પુરાવાઓની માંગણી કરી.

CCTV અને એક્ટિવાની ઓળખ

પોલીસે શાહીબાગ વિસ્તારના PI જે.ડી.ઝાલા અને તેમની ટીમની મદદથી CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં મહેશ જીરાવાલા પ્લેન ક્રેશના સમયે એક્ટિવા પરથી ઘટનાસ્થળ નજીકથી પસાર થતા જોવા મળ્યા. વધુ તપાસમાં મેઘાણીનગર PSI ચાવડાની ટીમે સળગેલા એક્ટિવાના એન્જિન અને ચેસીસ નંબરના આધારે તેની ઓળખ કરી, જે મહેશ જીરાવાલાનું વાહન હોવાનું સાબિત થયું.

પોલીસની સંવેદનશીલ કામગીરી

આ પુરાવાઓ બાદ પરિવારને જાણ કરવામાં આવી, પરંતુ તેઓ હજુ પણ ભાવુક સ્થિતિમાં હતા અને મૃતદેહ સ્વીકારવા તૈયાર નહોતા. ACP કૃણાલ દેસાઈ, ACP રીના રાઠવા અને અન્ય અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી અને સમજાવટ કરી. આખરે પોલીસની સંવેદનશીલ અને ઝીણવટભરી તપાસે પરિવારને ખાતરી થઈ, અને તેઓએ મૃતદેહ સ્વીકાર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતદેહ સોંપવાની પ્રક્રિયા દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયા. પરિવારે પોલીસની સંવેદનશીલ કામગીરીના વખાણ કર્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. આ ઘટનાએ પોલીસની કાર્યક્ષમતા અને માનવીય અભિગમને પ્રકાશિત કર્યો.

ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેતા

મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા નિવાસી અને ‘મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ’ના સીઈઓ હતા, જે ફિલ્મ અને સંગીત ક્ષેત્રે કાર્યરત હતા. તેઓ ગુજરાતી મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરતા હતા. 2019માં તેમણે ‘કોકટેલ પ્રેમી: પગ ઓફ રીવેન્જ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જેમાં આશા પંચાલ અને વૃત્તિ ઠક્કર જેવા કલાકારો સામેલ હતા. મહેશ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહેતા હતા. જ્યાં તેઓ તેમના પ્રોજેક્ટ્સની માહિતી શેર કરતાં હતા.

આ પણ વાંચો:

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Visavadar  By-elections: વિસાવદરમાં ફરી થશે ચૂંટણી, ભાજપ પર લાગ્યા હતા ગેરરીતિના આરોપો

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?

West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 3 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 9 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 7 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”