Adani: કચ્છમાં અદાણી ગ્રુપ દ્વારા ગૌચરની જમીન ઉપરના કબ્જા મામલે ભારે ચર્ચા ઉઠી છે અને લગભગ 18 જેટલા ગામોની મળી કુલ 6 હજાર હેક્ટર જમીન અદાણી ખાઈ ગયાના આરોપો લાગ્યા છે.
કચ્છમાં અદાણી ગ્રુપ દ્વારા ગૌચર જમીન પચાવી પાડવા અંગે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.કચ્છના નખત્રાણા પંથકના 18 જેટલા ગામોમાં બ્લેક ટ્રેપ ખનન (Black Trap Mining) લીઝને લઈ તળાવ, ફોરેસ્ટ અને પાણી પુરવઠા યોજનાને નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
કંપનીના કહેવા મુજબ જમીન 1985થી ગૌચર નથી અને હાઈકોર્ટની મંજૂરી છે, જોકે ગ્રામજનો દાવો કરે છે કે આ જમીન ગૌચર જ છે અને તેનાથી જનજીવન જોખમવાની ભીતિ ઉભી થઇ છે એ સિવાય ઘણી જગ્યાએ ગૌચરની જમીન ઉપર અદાણી કંપનીએ કબ્જો કર્યાનો દાવો કર્યો છે ત્યારે આ અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે આ મુદ્દે કરેલી વિસ્તુત છણાવટ અહીં પ્રસ્તુત છે જુઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






