
TopNews: મોદી સરકારે દરેક નાગરિકના મોબાઈલમાં સંચાર સાથી એપ ફરજિયાત અને મોબાઈલ કંપનીઓને ડીલીટ ન થઈ શકે તે રીતે આ એપના પ્રિ-ઇન્સ્ટોલના આદેશ અપાયા બાદ આ એપ મારફતે જાસૂસી કરવાનો પ્રયાસ ગણાવતા આખરે મોદી સરકારે પીછેહટ કરી છે અને આદેશ પરત લીધો છે ત્યારે હવે ભૂતકાળમાં આવા ગાજેલા જાસૂસીકાંડ મામલે સિનિયર પત્રકાર દિલીપ ભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે,દિલીપભાઈ જણાવે છે કે અગાઉ પણ દેશમાં પેગાસસથી મોદી વિવાદમાં આવ્યા હતા તે વખતે ગુજરાતમાં 2002થી ફોન ટેપ થઈ રહ્યાં હતા.
ત્યારબાદ 2021માં તે વખતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, 2010માં ગુજરાતમાં ફોન ટેપની ફરિયાદો અને હાલના પેગાસસ જાસૂસીની તપાસ થવી જોઈએ.માત્ર ત્રાસવાદીઓની માહિતી મેળવવા સરકારને વેચાતું પેગાસસ સોફટવેર નાગરીકોની જાસુસી કરવામાં વપરાયુ હોવાનું સામે આવ્યું હતું.
પેગાસસ સોફટવેરની ખરીદી અને જાળવણી પાછળ એક મોબાઈલ ફોન દીઠ રૂ.90 લાખનો ખર્ચ થાય છે.
ગુજરાતમાં ફોન ટેપિંગ: “ગુજરાત મોડલ”ના ભાગ તરીકે દર્શાવવામાં આવે છે.
વર્ષે 90 હજાર ફોન ટેપ કરતાં હોવાનો વિક્રમ નરેન્દ્ર મોદીના ચહેરા પર લખાયેલો છે.આવી વ્યાપક જાસૂસી છતાં તેઓ ગુજરાતમાં ચૂંટણી જીતતા આવતા ત્યારે શંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી.
મોદી મુખ્ય પ્રધાન બન્યા તે દિવસથી જ રાજકીય વિરોધીઓ અને સામાજિક નેતાઓના અને પત્રકારોના ફોન ટેપ કરવા લાગ્યા હતા.ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 અને ટેલિગ્રાફ રૂલ્સ, 1951 હેઠળ ફોન ટેપિંગ માટે કેન્દ્ર કે રાજ્યના હોમ સેક્રેટરીની લેખિત મંજૂરી જરૂરી છે. તેમ છતાં, ગુજરાતમાં આવી કાર્યવાહીઓ અનેક વખત ગેરકાયદેસર જાહેર થઈ છે.
મુખ્ય વિવાદો અને ઘટનાઓગુજરાતમાં ફોન ટેપિંગના આરોપો 2000થી લાગે છે, જેમાં રાજકીય વિરોધીઓ,વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકોના ફોનને લક્ષ્ય બનાવવાની ચર્ચા થઈ ચુકી છે ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારે ગત તા.28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન બનાવતી તમામ કંપનીઓને નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવા અને પહેલાથી વેચાયેલા તમામ સ્માર્ટફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત ડાઉનલોડ કરવા આદેશ કરાયો અને યુઝર્સ એપને ઈચ્છેતો પણ ડિલીટ કરી શકશે કે નહીં તે મુજબના એક તરફી ફરમાન બાદ ભારે હોબાળો મચ્યો હતો
આ મુદ્દો વિપક્ષે સંસદમાં પણ ઉઠાવ્યો અને લોકોની પ્રાઇવસી મુદ્દે સવાલ ઉઠાવી અગાઉ જે રીતે પેગાસસ જાસૂસીનો વિવાદ થયો હતો તે રીતે ફરી આ સંચાર સાથી એપ પણ આવીજ જાસૂસી એપ હોવા મુદ્દે આરોપો ઉઠતા આખરે સરકારે સંચાર સાથી એપ ઇસ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચી લીધો છે
The Gujarat Report પર સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ કરવામાં આવે છે જેમાં આ એપ જાસૂસી કાંડ વિષય ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે સચોટ વિશ્લેષણ માટે જુઓ આ વીડિયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






