
Rammandir: આગામી તા.6 ડિસેમ્બરે બાબરી ધ્વંશની વરસી આવી રહી છે ત્યારે ફરીથી ભૂતકાળ સળવળે છે,આ મુદ્દો મૂળ કોંગ્રેસનો હોવાની વાતો ફરી તાજી થઈ છે જેમાં ભાજપે વિશ્વ હિન્દુ પરિષદ પાસેથી આ મુદ્દો ખૂંચવી રાજકીય લાભ લીધો હોવાની વાતો ફરી ચર્ચામાં આવી છે.
ખરેખરતો રાજીવ ગાંધીએ રામ મંદિર ખુલ્લું મૂક્યું હતુંશરૂઆતમાં ભાજપનો મુદ્દો બાબરી મસ્જિદ ન હતો સંઘના મુખપત્રમાં વિગતો 2013માં અપાઈ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં પણ રાજીવ ગાંધીની વાત કહેવામાં આવી છે.
અયોધ્યાના વિવાદિત સ્થળ પર મૂર્તિ મૂકવાથી માંડીને બાબરીના તાળા ખોલવા, રામ મંદિરનો શિલાન્યાસ અને મસ્જિદ તોડી પાડવા સુધીનું બધું કોંગ્રેસ સત્તામાં હતું ત્યારે થયું.
રાજીવ ગાંધીએ 1989ની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત અયોધ્યાથી કરી હતી અને રાજીવ ગાંધીએ 1985માં મંદિરનું તાળું ખોલ્યું હતું.
1985-89 ના સમયમાં અયોધ્યા ખાતે તાળામાં બંધ રામ મંદિરને ખુલ્લુ કરાવ્યુ હતું અને તેમણે ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ અયોધ્યાથી કર્યો હતો
આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ માટે જુઓ વિડીયો, પત્રકાર દિલીપભાઈ પટેલના સચોટ વિશ્લેષણ માટે ધ ગુજરાત રિપોર્ટ પર જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!




