
Gujarat: કચ્છની આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક વિદ્યાર્થીએ બેન્ચ પર શિસ્ત સાથે બેસવાની બાબતે ટકોર કરવા બદલ પ્રિન્સિપાલને જાહેરમાં થપ્પડ મારી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના કારણે તે વધુ ચર્ચાનો વિષય બની. વિધાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મોટી સંખ્યમાં કોલેજ કર્મચારીઓ અને વિધાર્થીઓ આદિપુર પોલીસ મથકે પહોંચ્યા.
બેન્ચ પર શિસ્ત સાથે બેસવા માટે ટકોર કરી
આરોપી વિદ્યાર્થીની ઓળખ ચાવડા રાજવીરસિંહ તરીકે થઈ છે, જે આ જ કોલેજનો વિદ્યાર્થી છે.મળતી માહિતી અનુસાર, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને બેન્ચ પર શિસ્ત સાથે બેસવા માટે ટકોર કરી હતી, જેના પર વાતચીત દરમિયાન વિવાદ વધ્યો. ગુસ્સે ભરાયેલા રાજવીરસિંહે પ્રિન્સિપાલને થપ્પડ મારી દીધી.
ગુરુના અપમાનના વિરોધમાં રેલી કાઢી
ઘટનાની જાણ થતાં કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. તેઓએ પોતાના ગુરુના અપમાનના વિરોધમાં રેલી કાઢી અને આદિપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા. તેઓએ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ, જેમાં વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલ પર હાથ ઉપાડતો દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. પ્રિન્સિપાલ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થી-શિક્ષક સંબંધો અંગે ગંભીર ચર્ચા જગાવી
આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત, શિક્ષકોની સલામતી અને વિદ્યાર્થી-શિક્ષક સંબંધો અંગે ગંભીર ચર્ચા જગાવી છે. વિદ્યાર્થીઓએ આ ઘટનાને માત્ર વ્યક્તિગત હુમલો નહીં, પરંતુ શૈક્ષણિક જગતના સન્માનનું અપમાન ગણાવ્યું છે. સમાજમાં શિક્ષકોની સુરક્ષા અને શિસ્તના મહત્વ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.અમદાવાદ જેવી દુર્ઘટના બને તે પહેલા સ્કૂલ સંચાલકોને સાવચેતી પગલા લેવા ખુબ જરૂરી છે.
અહેવાલ : સુમન ડાભી
આ પણ વાંચો:
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
MP News: નિવૃત્તિના પૈસા માટે પૂર્વ DSP નો પુત્ર છાતી પર ચઢી ગયો, પત્ની દોરડું લાવી અને પછી…