
Gulf of Khambhat: ઘણા સમયથી આણંદ જીલ્લામાં આવેલા ખંભાતના દરિયા કિનારે મોજા ઉંચા ઉંચા ઉછળી રહ્યા છે. તે સીધા હવે મોટી ભેખડો સાથે અથડાઈ રહ્યા છે. જેથી ભેખડો પાણીમાં ભીજાતાં પાણીમાં ગરકાવ થઈ રહી છે. જેથી લોકોને દરિયો આગળ વધવાનો ભય સતાવી સતાવી રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં માટીની ભેખડો દરિયાના પાણીમાં ધસી પડતી જોવા મળી હતી. નિષ્ણાંતો માને છે કે ગ્લોબલ વોર્મિંગની અસર છે.
ખંભાતના દરિયા કિનારે હાલમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. મળતી જાણકારી અનુસાર ખંભાતના દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે, જેના કારણે કિનારા પાસેની માટીની મોટી ભેખડો દરિયામાં ધસી રહી છે. આ ઘટના પાછળ ગ્લોબલ વોર્મિંગ અસર હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. એક સમયે દરિયો ખંભાત શહેરથી 7 કિલોમીટર દૂર ગયો હતો, પરંતુ હવે 40 વર્ષ બાદ તે શહેર તરફ પાછો ફર્યો છે અને હાલમાં માત્ર 800 મીટરના અંતરે છે. આનાથી 18 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું છે.
ખંભાત પાલિકાએ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને દરિયા કિનારે ન જવાની સૂચના આપી છે અને ભયસૂચક બોર્ડ પણ લગાવ્યા છે. ઉપરાંત દરિયાકાંઠાની આસપાસની જમીનનું ધોવાણ અને પર્યાવરણીય ફેરફારો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા પેદા કરી છે, અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.
ધોવાણના કારણ:
ભરતીની તીવ્રતા: ખંભાતની અખાતમાં (Gulf of Khambhat) ભારતના પશ્ચિમ કિનારે સૌથી વધુ ભરતીની ઊંચાઈ ધરાવે છે, જે 10-12 મીટર સુધી પહોંચે છે. આ ઊંચી ભરતી અને મજબૂત પ્રવાહો કિનારાની માટીને ધોવાણ કરે છે.
નદીઓની અસર: નર્મદા, તાપી, મહી, ઢાઢર અને સાબરમતી જેવી મોટી નદીઓ આ અખાતમાં ઠલવાય છે, જે મોટા પ્રમાણમાં કાંપ અને ગાદ લાવે છે. આ કાંપ દરિયાના પ્રવાહને અસર કરે છે અને ધોવાણને વેગ આપે છે.
પર્યાવરણીય ફેરફાર: ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટીમાં વધારો અને હવામાનની આત્યંતિક ઘટનાઓ આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે.
સ્થાનિક તંત્રની કાર્યવાહી:
ચેતવણી: ખંભાત પાલિકાએ લોકોને દરિયા કિનારે ન જવા માટે સૂચના કરાઈ છે. કારણ કે ધોવાણથી જોખમ વધી ગયું છે.
ભયસૂચક બોર્ડ: કિનારા પર બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી લોકોને સાવચેત રહેવા ચેતવણી મળે.
મોનિટરિંગ: સ્થાનિક અધિકારીઓ અને પર્યાવરણવિદો આ ફેરફારો પર નજર રાખી રહ્યા છે, જેથી ભવિષ્યમાં નુકસાનને ઘટાડી શકાય.
લાંબાગાળાની અસરો:
કૃષિ પર અસર: જમીનનું ધોવાણ ખેતી માટે જોખમી છે, કારણ કે ખંભાતની આસપાસની જમીન ખૂબ ફળદ્રુપ છે.
નિવાસસ્થાનોને ખતરો: જો દરિયો શહેરની નજીક આવતો રહેશે, તો રહેણાંક વિસ્તારો અને ગામડાઓ પર સીધી અસર પડી શકે.
જૈવવિવિધતા: ખંભાતના કિનારે આવેલા જંગલો અને દરિયાઈ જીવોને પણ નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ