
Gyanprakash Swami Controversy: વડતાલ સ્વામિનારાયણના સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. તેમણે માફી પણ માગી છે. જો કે જલારામ ભક્તોની માગ છે કે સ્વામી વીરપુર આવી જલારામ બાપાની માફી માગે. ત્યારે હવે જ્ઞાનસ્વામીનો વધુ એક બફાટ સામે આવ્યો છે. તેમણે કહ્યું ‘મહાભારત એક દંતકથા, યુદ્ધ જેવું કંઇ થયું હોય તેવું મને નથી લાગતું નથી.
જલારામ બાપાની ટીપ્પણીનો વિવાદ હજુ સમ્યો નથી. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ માડિયા પર વાઈવર થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યા છે કે, ‘મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે.’ ત્યારે હવે સ્વામી વિરુધ્ધ ભક્તોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે.
આ વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. સ્વામી બફાટ કરતાં કહ્યું છે કે ‘મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માનવામાં આવતું નથ, હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય! હા એ કથા દંતકથા કે પ્રસંગ કથા હોઈ શકે, કે કોઈ લેખકે લખેલી હોય.’ આ વાઈરલ વીડિયોને લઈને સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે.
અગાઉ જલારામ બાપા અંગે શું કહ્યું હતુ?
આ અગાઉ જ્ઞાન પ્રકાશ સ્વામીએ સુરતના એક સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.”ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે.’”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોને આઘાત લાગતાં રોષે ભરાયા છે. તે વિવાદ હજુ સમ્યો નથી. ત્યારે સળગતામાં ઘીર રેડવા જેવું કામ સ્વામી કર્યું છે.
વીરપુરમાં સ્વામીનો ભારે વિરોધ
વીરપુરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જલારાબાપાના ભક્તોને માગણી છે કે સ્વામી વીરપુર આવી માફી માગે. વિવાદસ્પદ ટિપ્પણી બાદ વીરપુરમાં બે દિવસ બંધ પાળી સ્વામીનો વિરોધ કરાયો હતો. જ્યારે રાજકોટમાં સ્વામીનું પૂતળું સળગાગવાનો પણ પ્રયાસ થયો હતો.
આ પણ વાંચોઃ RAJKOT: જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું સ્વામીનારણ મંદિર નજીક સળગાવવાનો પ્રયાસ, વીરપુર આવી માફી માગે
આ પણ વાંચોઃ SURAT: રિહર્સલમાં સાયકલ લઈને છોકરો આડે આવતાં પોલીસે માર માર્યો
આ પણ વાંચોઃAhmedabad: વસાણા કેનાલમાં ખાબકેલી ગાડીમાં 1 પણ યુવકનો જીવ ન બચ્યો, ત્રીજો મૃતદેહ મળ્યો