
Swami Gyanprakash: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર વિવાદસ્પદ નિવેદનબાજી કરી માફી માગી લેતાં હોય છે. ત્યારે હવે વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. રાજ્યભરમાં આ સ્વામીનો ભક્તોએ વિરોધ કર્યો છે અને સ્વામીના વિવાદસ્પદ નિવેદન સામે કાર્યવાહી કરવા માગ કરી છે. કારણે આ સ્વામીનારાયણના સ્વામીઓ ખોટા નિવેદનો આપી ફટાફટ માફી પણ માગી લે છે. જોકે હવે ભક્તો ઉપરછલ્લી માગવામાં આવતી માફી માફ કરવા તૈયાર નથી.
વીરપુરવાસીઓએ શું કહ્યું?
જલારામ બાપાના ધામ વીરપુરમાં ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરાયો છે. આજે અને આવતીકાલે વીરપુર (જલારામ) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકમાં વીરપુર આવી માફી માગી લેવા કહેવાયું છે. આવતીકાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી નહીં માગે તો જલારામના ભક્તો આગળ શું કરવું તે નક્કી કરશે. આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરી દેવામાં આવશે.
એક વિડિયો જાહેર કરી સ્વામીએ માફી માગી
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ વિવાદમાં સપડાયા બાદ વિડિયો જાહેર કરી માફી માગી લીધી છે. જો કે ભક્તોની માગ છે કે તેઓ વીરપુર આવી માફી માગે. સુરતના અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે જલારામના ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વિવાદિત વીડિયો ડિલીટ કરી દીધો છે.
‘આ વખતે માફી નહીં ચાલે’
જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન સામે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે, આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં, તેમણે કહ્યું આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે.
સ્વામીએ જાલારામ બાપા અંગે શું કહ્યું?
સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે.”ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,” તેમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે.’”
તેમણે કહ્યું, “જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.” નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોને આઘાત લાગતાં રોષે ભરાયા છે.
વર્ષ 2023માં હનુમાનજી અંગે નૌતમ સ્વામીએ વિવાદસ્પદ નિવેદન આપતાં વિદેશ ભાગી જવું પડ્યું હતુ
સાળંગપુરમાં મોટી એક હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે. તેની નીચેની સાઈટમાં હનુમાનજીને સ્વામિનારયણને પગે લાગતાં દેખાડાયા હતા. ત્યારે ઘણો વિવાદ થયો હતો અને આ ભીંતચિત્ર હટાવવા પડ્યા હતા. આ દરમિયાન નૌતમ સ્વામીએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતુ. કહ્યું હતુ કે વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે.
આ નિવેદન આપ્યા બાદ નૌતમ સ્વામી ફસાઈ ગયા હતા. ભક્તોનો રોષ આસમાને પહોંચતાં નૌતમ સ્વામીને વિદેશ ભાગી જવું પડ્યું હતુ. ત્યારે તેઓ ગુજરાત હિંદુ ધર્મ સેના પ્રમુખ હતા. આ નિવેદન બાદ નૌતમ સ્વામીને આ પદ પરથી હાકી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સ્વામિનારાયણના બાવાઓ શરમ વગરના અને ક્રિમિનલ છે !
આ પણ વાંચોઃ હવે ગુજરાતીઓ ધગધગતી ગરમી સહન કરવા તૈયાર રહેજો, પડશે ભયંકર ગરમી!, અમદાવાદમાં કેટલો પારો?