
H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં જોવા મળતા કેટલાક આનુવંશિક ફેરફારોને કારણે તેને સુપર ફ્લૂ કહેવામાં આવે છે.
વિગતો મુજબ બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા સુપરફ્લુ વાયરસે આરોગ્ય એજન્સીઓમાં ચિંતા વધારી દીધી છે,H3N2 સુપરફ્લુ વાયરસ હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે. ભારતમાં વાયરસના સંભવિત ફેલાવાને લઈને ચિંતાઓ વધી રહી છે,આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ ખતરાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં અને સાવધાની રાખવી જરૂરી છે.
■H3N2 સુપર ફ્લૂ વાયરસ શું છે?
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નું એક અપડેટ વર્ઝન છે, જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે તેમાં જોવા મળતા ચોક્કસ આનુવંશિક ફેરફારોને કારણે તેને સુપર ફ્લૂ કહેવામાં આવે છે.
WHO જણાવે છે કે તે કોઈ નવો વાયરસ નથી, અને અત્યાર સુધીનો ડેટા પણ એવું સૂચવતો નથી કે તે અગાઉના પ્રકારો કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બને છે અને સામાન્ય ફ્લૂ સીઝન પહેલા જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
■બ્રિટન અને પાકિસ્તાનમાં ચિંતા કેમ વધી રહી છે?
બ્રિટનમાં આ ફ્લૂના કેસોમાં અચાનક વધારો થયો છે,જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે.
આંકડા મુજબ, ફ્લૂને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 50 ટકાથી વધુનો વધારો થયો છે,સૌથી વધુ ચેપ 5 થી 14 વર્ષની વયના બાળકો અને 15 થી 24 વર્ષની વયના યુવાનોમાં જોવા મળ્યો છે. પરિસ્થિતિને જોતાં, બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ વૃદ્ધો, બાળકો અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને શક્ય તેટલી વહેલી તકે ફ્લૂની રસી અપાવવાની અપીલ કરી છે.
યુરોપને પગલે પગલે હવે પાકિસ્તાનમાં પણ H3N2 સુપરફ્લૂ સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સાવધાની રાખવાની જરૂર છે.,પાકિસ્તાનમાં, આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધો માટે વધુ ખતરનાક બની શકે છે,નિષ્ણાતોએ ચેતવણી પણ આપી છે કે જો ફ્લૂ ન્યુમોનિયામાં આગળ વધે છે, તો દર્દીઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી શકે છે.
■ભારતમાં તોળાઈ રહેલો H3N2 સુપરફ્લૂ સ્ટ્રેન ખતરો
ભારત અને પાકિસ્તાન વચ્ચે હવામાન, પવનની દિશા અને માનવ અવરજવર મોટાભાગે સમાન છે.વધુમાં, શિયાળામાં ધુમ્મસ, પ્રદૂષણ, ભીડભાડવાળી શાળાઓ અને શાળાનો સંપર્ક વાયરસ ફેલાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે.નિષ્ણાતો માને છે કે જો વાયરસ પડોશી દેશમાં ફેલાઈ રહ્યો છે, તો ભારતમાં આ વાયરસની એન્ટ્રી થતા વાર લાગશે નહિ.
ભારતમાં અગાઉ H3N2 ફ્લૂના કેસો સામે આવી ચુક્યા હોય આ વાયરસને ઓળખી કાઢતા વાર નહિ લાગે પણ એક મોટી ચિંતા એ છે કે ભારતમાં ફ્લૂ રસીકરણ દર ખૂબ ઓછો હોય, ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, ડાયાબિટીસ, હૃદય અને ફેફસાના રોગ ધરાવતા લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






