
Hanuman Jayanti 2026: આજે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં વસતા ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ છે આજે ભગવાન શ્રી હનુમાન જયંતિ છે, જેની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે દરેક મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આજે સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવના દરબારમાં પણ મંગલા આરતીથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો ત્યારબાદ દાદાને સુવર્ણ વસ્ત્રો પહેરાવી અત્યંત મનોહર અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ હનુમાનજી મહારાજને છપ્પનભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ આવેલા શ્રી હનુમાનજી મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી હનુમાન જયંતિ એ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવાતો અંજનીપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ છે. આ દિવસ ભક્તિ, શક્તિ અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતિક છે. હનુમાનજીને ચિરંજીવી (અમર) માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડનો પાઠ અને વિશેષ પૂજા કરવાથી સંકટો, ડર અને રોગોમાંથી મુક્તિ મળે છે તથા બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.
આજના દિવસે માતા અંજની અને કેસરી નંદનના ઘરે સૂર્યોદય સમયે શ્રી હનુમાનજીનો જન્મ થયો હોવાથી મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા અને ભજન શરૂ થાય છે હનુમાનજીને ‘સંકટમોચન’ કહેવાય છે, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનના તમામ કષ્ટો અને અવરોધો દૂર થાય છે હનુમાનજી રામભક્ત છે, તેથી તેમની પૂજા કરવાથી ભક્તિભાવ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે.
■ રાશિફળ અને જ્યોતિષીય મહત્વ
હનુમાન જયંતિ પર મંગળ અને શનિદેવના સંયોગથી ખાસ યોગ રચાય છે, જે ઘણી રાશિઓ માટે શુભ ફળદાયી હોય છે અને આ દિવસે તેમની પૂજાથી શનિ-મંગળના દોષોમાંથી મુક્તિ મળે છે,ભક્તો આ દિવસે શ્રી હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ ગુલાબ અને બૂંદીના લાડુ અર્પણ કરે છે.
આજે ભવ્યાતિભવ્ય રીતે ઠેરઠેર ભગવાન શ્રી હનુમાનજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી પંચાંગ ગણતરીઓ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 1 એપ્રિલે સવારે 7:02 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલે સવારે 7:42 વાગ્યે સમાપ્ત થશે. 2 એપ્રિલે સવારે 7:42 વાગ્યે સૂર્યોદય સાથે તિથિ હોવાથી, હનુમાન જયંતિનો તહેવાર 2 એપ્રિલ સુધી મનાવાશે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









