Hayli Gubbi volcano eruption: ઇથોપિયાની રાખના વાદળો વાયા ગુજરાત થઈ દિલ્હી ઉપર છવાયા!વિમાનોના એન્જીન ખોરવી શકે,સ્વાસ્થ માટે ખતરો નહિ!

  • India
  • November 25, 2025
  • 0 Comments

Hayli Gubbi volcano eruption: ઇથોપિયાના જ્વાળામુખીની અસર ભારત સુધી ફેલાઈ ગઇ છે અને રાજસ્થાન સહિત દિલ્હીના આકાશમાં રાખના વાદળો છવાઈ ગયા છે.10,000 વર્ષ બાદ ફાટેલા ઇથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળેલી રાખના વાદળી આકાશ માર્ગે ભારતમાં પહોંચતા ખાસ કરીને હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે.અનેક ફ્લાઈટ પ્રભાવિત થતા અસંખ્ય મુઝફરો અટવાયા છે.DGCA દ્વારા આ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગ પણ રાખના વાદળ પર નજર રાખી રહ્યુ છે.

રાખના વાદળો સૌથી પહેલાં રાતા સમુદ્ર, તે બાદ યમન-ઓમાન, જે બાદ અરબી સમુદ્ર થઈને ગુજરાત સુધી આવ્યાં હતાં.જે બાદ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, નેપાળ થઈને તે ચીન તરફ જશે. જેથી 26 નવેમ્બરથી તેની અસર ભારત પર રહેશે નહીં.ગુજરાત પરથી આ વાદળો પસાર થઈ ગયાં છે અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે સામાન્ય રીતે આની અસર સીધી જ આપણે થતી નથી. તેની સૌથી વધારે અસર વિમાની સેવાને થાય છે.

આ વાદળ લાલ સમુદ્રને પાર કરીને લગભગ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આગળ વધ્યુ હતું જે હવે દિલ્હી સુધી પહોંચ્યું છે જેનાથી પહેલેથી જ ભયાનક પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હીના આકાશમાં રાખના વાદળો છવાઈ ગયા છે.

આ રાખના વાદળ ભારતના પશ્ચિમ રાજસ્થાનમાં જોધપુર અને જેસલમેર સહિતદિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઈ ગયા છે.આ રાખના વાદળ જમીનથી 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈ પર છે,સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમ્મસ છવાઈ ગયું છે.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) અનુસાર,દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 402 નોંધાયો છે જે “ગંભીર” શ્રેણીમાં આવે છે. આ સ્તરે, હવાને અત્યંત જોખમી માનવામાં આવે છે.દિલ્હીમાં કટોકટી જાહેર કરી નોકરી કરતા કર્મચારીઓને ઘરેથી ઓફીસના કામો કરવા સૂચના અપાઈ છે ત્યારે રાખના વાદળો છવાતા દિલ્હીમાં હવે હવાઈ સેવા પ્રભાવિત થઈ છે.ભારત માટે આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે રાખના નાના કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે

■પરિસ્થિતિની ગંભીરતાને જોતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તમામ એરપોર્ટ અને એરલાઈન્સ માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નીચે મુજબના પગલાં લેવા આદેશ અપાયો છે

●રૂટ બદલો: એરલાઈન્સને અસરગ્રસ્ત હવાઈ ક્ષેત્ર અને ઊંચાઈથી દૂર રહીને ફ્લાઈટ ઓપરેટ કરવા જણાવાયું છે.

●એક્સ્ટ્રા ફ્યુઅલ: વિમાનોને ડાયવર્ઝન માટે તૈયાર રહેવા વધારાનું ઈંધણ સાથે રાખવા આદેશ અપાયો છે.

●મોનિટરિંગ: એરપોર્ટ્સને રનવે અને ટેક્સીવે પર રાખના થર જામ્યા છે કે નહીં તેનું સતત નિરીક્ષણ કરવા અને જરૂર પડે તો ઓપરેશન બંધ કરવા સૂચના છે.

●પાઈલટ રિપોર્ટિંગ: જો પાઈલટને કેબિનમાં સલ્ફરની ગંધ આવે કે એન્જિનમાં ફેરફાર જણાય તો તુરંત રિપોર્ટ કરવો પડશે.

●ટેકનિકલ ચેક: અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થયેલા વિમાનોના એન્જિન અને બોડીનું લેન્ડિંગ બાદ ફરજિયાત ચેકિંગ કરવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકાના આફર રિફ્ટમાં આવેલા ઇથિયોપિયામાં હાયલી ગુબ્બી નામનો જ્વાળામુખી ૧૦,૦૦૦ વર્ષ કરતાં વધુ સમય બાદ ઇતિહાસમાં પ્રથમ વખત ફાટ્યો હતો. આ જ્વાળામુખીમાંથી લાવા નહિવત પ્રમાણમાં બહાર નીકળ્યો છે, પરંતુ આ સ્થાન સલ્ફર પડ ધરાવતી જગાએ પ્રચંડ શક્તિશાળી રીતે ફાટ્યો હોવાથી હવામાં લગભગ ૪૫,૦૦૦ ફૂટ સુધી રાખ, ધૂળ, સલ્ફર, કાચ, પથ્થરો ઉડ્યા હતા. આ જોખમી વાદળો સખત પવનને કારણે ૩૬ કલાકમાં જ ૧૨૦ કિ.મી.ની ઝડપે ભારતના પશ્ચિમ ભાગ તરફ આવી પહોંચ્યા છે. જેના કારણે આ જ સમયગાળામાં ગુજરાત,રાજસ્થાનસહિતના ભાગોમાં હવામાનમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે અને ઠંડીમાં થોડો ઘટાડો તેમજ શિયાળુ પવન અને વાતાવરણમાાં ઓચિંતા પવન સાથે રાખ અને ધૂળને કારણે સમગ્ર વાતાવરણ ધૂળિયું બની ગયું છે.

ઇથોપિયાના અફાર પ્રદેશમાં આ જ્વાળામુખી ફાટ્યો હતો. ઇતિહાસમાં ક્યારેય સક્રિય ન હોવાનો રેકોર્ડ ધરાવતો આ જ્વાળામુખી અચાનક ફાટતા વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. નજીકનું આફડેરા ગામ સંપૂર્ણપણે રાખના થર નીચે દટાઈ ગયું છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”