Health Treatment: ચિકિત્સકોની પથી-જડતામાં પિસાતા દર્દીઓ

  • Others
  • February 25, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી

Health Treatment: તમે કોઈ એલોપેથિક ડોક્ટર પાસે જશો તો મોટાભાગે તે આયુર્વેદિક દવાને લેવાની ના પાડશે. આયુર્વેદમાં નિષ્ણાત વૈદ્ય એલોપથી કે હોમીઓપેથીની દવા ચાલતી હશે તો બંધ કરાવશે. હોમિયોપેથીક ડોક્ટરમાં પણ ઘણા એવા છે જે બીજી પથીની દવા સાથે લેવાની ના પાડે છે. ઘણા વૈદ્યો તો એમ જ કહે કે બીજી કોઈ દવા ચાલતી હોય તે બંધ કરો તો જ હું દવા કરૂં.

આ બધા જ જુદી જુદી પથીના ચિકિત્સકોનો એક જ તર્ક હોય છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ છે તેથી ભેગી દવા ન કરાય. તેનાથી અમારી દવાની અસર ન થાય.

પણ દર્દી હોશિયાર હોય તો તે કહેતો જ નથી કે બીજી કોઈ પથીની સારવાર મારી ચાલે છે. અને તે સાજો પણ થઈ જાય છે. તેથી વિપરીત જો ચિકિત્સકની સલાહ માની પોતાની ચાલું દવા બંધ કરી દે તો ઘણી વખત ઉપાધિમાં મુકાઈ જાય છે.

હવે કેટલીક એલોપેથિક દવાઓ એકાએક છોડી શકાય તેવી હોતી જ નથી. તેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાઈકીઆટ્રીક દવા વગેરે છોડવી હોય તો નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ તબક્કાવાર બંધ કરવી પડે અને તબક્કાવાર બીજી પથી પર સ્વિચઓવર કરવું પડે. પણ ચિકિત્સકો માને તો ને? ભયંકર પથી-જડતા હોય છે.

એક આંખના ડોક્ટરે હોસ્પિટલમાં પાટિયું લગાવ્યું છે કે આંખમાં કાજળ ન નાખવું કે પાણી ન છાંટવું. તેનાથી નુકસાન થાય છે. પણ આયુર્વેદ અને આપણી પરંપરામાં આ બંનેના લાભ આપણે જોયા છે. હવે એ ડોક્ટર સાથે શું દલીલ કરવી?
કોઈની સાઈકીઆટ્રીક દવા ચાલું હોય અને પેટની તકલીફો માટે વૈદ્ય પાસે જાય તો વૈદ્ય કહેશે કે સાઈકીઆટ્રીક દવા બંધ કરી દો. એ તો ઉંઘની જ દવા આપે છે. પણ તેને ખબર નથી હોતી કે એકાએક એ દવા બંધ કરવાના શું પરિણામ આવે છે.

પેટની તકલીફોમાં આયુર્વેદ ઉત્તમ પરિણામ આપે છે. માનસિક રોગોમાં કાઉન્સેલિગ અને હોમિયોપથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવું મારૂં નિરીક્ષણ છે.

તો દર્દી પેટની તકલીફો માટે આયુર્વેદ અજમાવે અને માનસિક તકલિફ માટે હોમિયોપેથીક દવા કરે તો વાંધો શું? વૈદ્ય કે હોમિયોપેથને કહ્યા વગર એ કરો તો બંને દુર થઈ જાય. પણ જો તે કહી દો તો ચિકિત્સક હાથ જ ન મુકવા દે.

એ મને તો બહુ મોટી ભ્રમણા લાગે છે કે દરેક પછીના સિધ્ધાંત અલગ હોવાથી તેની સાથે દવા ન થઈ શકે. મેં તો જોયું છેઃ કે કેટલાક રોગો માટે એલોપેથિક દવા અનિવાર્ય અનિષ્ટ બની જવાથી લેતા હોય તેની સાથે આયુર્વેદિક કે બીજી કોઈ દવા કરે તો તેનું પણ પરિણામ મળે છે. સમયાંતરે એલોપથિક દવા છુટી પણ જાય છે એ ઘણાની બાબતમાં જોયું છે. દર્દીઓનો ઈલાજ થઈ શકે પણ ચિકિત્સકનો ઈલાજ કોણ કરે?

 

 

આ પણ વાંચોઃ Cricket: ક્રિકેટ અને હું; બોલવાનોય વહેવાર નહીં

આ પણ વાંચોઃ Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?

આ પણ વાંચોઃ દિલ્હીમાં ભાજપ સરકાર આવતાં જ CAG રિપોર્ટ રજૂ, હોબાળો કરતાં AAPના ધારાસભ્યો સસ્પેન્ડ, CAG શું છે કે હોબાળો થઈ ગયો?

 

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!