અમદાવાદના પરીક્ષાર્થીઓ માટે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર; 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા

  • Gujarat
  • February 25, 2025
  • 0 Comments
  • અમદાવાદના પરીક્ષાર્થીઓ માટે જાહેર કરાયો હેલ્પલાઈન નંબર; 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા

આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૯૨,૧૯૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ ૭૩,૨૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦માં ૫૪૬૧૬ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૯૭૨૬ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૮૫૩ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦માં ૪૬૦૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૧૮૪૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે.

ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેરમાં તમામ ૩૨૨ પરીક્ષા સ્થળો પર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તમામ ૨૪૫ પરીક્ષા સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો-ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ચાર ભારતીય કંપનીઓ ઉપર મૂક્યો પ્રતિબંધ; ભારત પર કેવો પડશે પ્રભાવ?

અમદાવાદ શહેરમાં ૧૩૦ અને જિલ્લામાં ૫૨ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે લહિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પરીક્ષાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન વ્હોટસએપ નંબર ૯૯૦૯૯૨૨૬૪૮ તથા જિલ્લા કંટ્રોલ નંબર ૦૭૯૨૭૯૧ ૨૯૬૬ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, ‘આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા ‘ અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્નોના સમાધાન તથા અન્ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે સાબરમતી મધ્યસ્થ જેલના ૨૧ કેદીઓ ધોરણ ૧૦ની અને ૪૪ કેદીઓ ધોરણ ૧૨ની પરીક્ષા આપશે.

અમદાવાદ ગ્રામ્ય કચેરી ખાતે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. અમદાવાદ ગ્રામ્યના ૦૮ એસ.વી.એસ. સેન્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવણ માટે માર્ગદર્શન મળી રહે તે માટે એસ.વી.એસ. કન્વીનરશ્રી સમગ્ર બોર્ડની પરીક્ષા દરમ્યાન કાઉન્સેલર તરીકે સેવાઓ આપશે. કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૭૯ ૨૭૯૧૩૨૬૪ છે.

સાથે જ, અમદાવાદ શહેર અને જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્દ્રની નજીક આરોગ્ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આ પણ વાંચો- શું ગુજરાત સરકાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરશે?

આ પણ વાંચો- શું અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 37 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના