Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું,ખેડૂતોએ ‘જમીન નહીં આપીએ’ તેવી ચીમકી સાથે આંદોલન તેજ કર્યું છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમની કિંમતી જમીનમાંથી 765 KV ની હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે, જેના બદલામાં તેમને યોગ્ય વળતર મળી રહ્યું નથી. મહુવાના સણવલ્લામાં કામગીરી અટકાવવા જતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, અને પોલીસે ખેડૂતોની અટકાયત કરવાની કાર્યવાહી પણ કરતા મામલો ગરમાયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડ, કામરેજ, ચોર્યાસી, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવી સહિતના 8 તાલુકાઓમાં આવેલી ખેતીલાયક જમીનોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે ત્યારે ખેડૂતો જંત્રીના ચાર ગણા ભાવે વળતર ચૂકવવાની અને પ્રોજેક્ટની માહિતી પારદર્શક રાખવાની માગ સાથે વિરોધ કરી રહયા છે પરિણામે આ વિસ્તારમાં મામલો ભારે ગરમાયો છે ત્યારે આવા સમયે ત્યાંની વાસ્તવિક સ્થિતિ જાણવા સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલે સ્થાનિક પત્રકાર ઉમેશ ભાઈ રોહિત અને ત્યાંના ખેડૂત અગ્રણી પરિમલ ભાઈ પટેલ સાથે સીધી વાત કરી હતી જેમાં તેઓએ વાસ્તવિક ચિતાર રજૂ કર્યો હતો,ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે, તેઓની ફળદ્રુપ જમીનમાંથી પાવર ગ્રીડની લાઈન પસાર કરવામાં આવી રહી છે,પણ તેના યોગ્ય વળતર મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કચ્છ થી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરમાં બળજબરીથી લાઈનો નાખવાની પેરવી કરતી કંપનીઓ સામે લડી રહયા છે ત્યારે સુરત ગ્રામ્યમાં પણ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા વિના જ કર્મચારીઓ વીજ લાઈન નાખવા પહોંચતા ખેડૂતો ઉશ્કેરાયા હતા અને મહુવા તાલુકાના સણવલ્લા ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે ત્યાં હાલ શુ સ્થિતિ છે તે અંગે જાણવા આ વીડિયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • N R Zala

    પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

    Related Posts

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
    • March 18, 2026

    BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

    Continue reading
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
    • March 18, 2026

    PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 2 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 4 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 6 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    • March 18, 2026
    • 5 views
    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

    • March 18, 2026
    • 5 views
    Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”