
● નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું શુ છે તેના કારણો જાણો
(સંકલન : દિલીપ પટેલ)
Hilsa Fish: બંગાળમાં સૌથી વધુ જેની માંગ રહે છે તે હિલ્સા માછલી હવે ગુજરાતમાં વધારે મળવા લાગી છે જેની સંખ્યામાં વધારો નોંધાયો છે અને હવે તે 1500 ટનથી વધીને 17 વર્ષમાં 15 હજાર ટન સુધી મળી આવે છે અને જેનો મત્સ્યોદ્યોગ થઈ રહ્યો છે.
નર્મદાના મુખ પ્રદેશમાં હિલ્સા માછલી મોટા પ્રમાણમાં આવતી હતી હવે તે નવસારી, વલસાડ, સોમનાથ, પોરબંદરમાં વધારે મળવા લાગી છે હિલ્સા માછલી સમુદ્ર અને નદીમાં પ્રવાહની સામે તરે છે. 2026માં સંગ્રહ કરવા કે સાચવી ન શકવાના કારણે ભરૂચમાં 25 ટન માછલી બગડી જતા ખાતર બનાવવા ફેંકી દેવી પડી હતી.
ગુજરાત સરકારની મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરી (ગાંધીનગર) દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર આંકડાકીય અહેવાલો અનુસાર, દરિયાઈ મત્સ્ય ઉત્પાદન પણ 7.04 લાખ મેટ્રિક ટન જેટલું રહ્યું હતું દરિયાઈ હિલ્સાનું ઉત્પાદન વર્ષ 2011-12માં 1600 મેટ્રિક ટન હતું, વર્ષ 2023-24માં તે 8,084 મેટ્રિક ટન નોંધાયું.
■હિલ્સા માછલી ટન ઉત્પાદન
2008-09માં 1600
2010-11માં 9355
2016-17માં 1795
2020-21માં 11004
2022-23માં 14146
2023-24માં 8084
■2022-23માં હિલ્સાનું ઉત્પાદન ટનમાં
નવસારી – 4706
સોમનાથ – 3678
પોરબંદર – 2538
વલસાડ – 2510
સુરત – 41
કચ્છ – 60
જામનગર – 48
દ્વારકા – 103
અમરેલી – 336
ભાવનગર – 14
ભરૂચ – 112
■ ભાવ
હિલ્સા માછલી ગુજરાત માટે આર્થિક ધોરણે ખૂબ મહત્ત્વની છે,2022-23માં હિલ્સાનું કુલ મૂલ્ય આશરે રૂપિયા 305 કરોડ (23848.84 લાખ) જોવા મળ્યું હતું,2022-23માં 14146 ટન હિલ્સા માછલી સમુદ્રમાંથી પકડી હતી. જેની કુલ કિંમત 305 કરોડ હતી. એક કિલોના સરેરાશ ભાવ રૂ.215.88માં વેચાઈ હતી.
માછલીનો શિકાર વધી જતાં નીચો ભાવ 150થી 200 રૂપિયે કિલોના થઈ ગયો હતો. જેનો સરેરાશ ભાવ રૂ.225 રહેતો હતો. ઈંડા વગરની હિલ્સાનો ભાવ 600થી 700 રૂપિયા રહે છે. ઈંડાંવાળી હિલ્સાનો ભાવ 800થી 900 સુધી પણ રહેતો હોય છે. 1200 રૂપિયે કિલો વેચાતી હિલ્સા આ વર્ષે 150થી 200 રૂપિયે કિલોના ભાવે વેચાઈ છે, કારણ કે અતિશય વધારે ઉત્પાદન થયું હતું.
■સ્વાદ
દરેક હિલ્સા એકસરખી હોતી નથી,સ્વાદને આધારે બાંગ્લાદેશી અને તે પછી બર્માની હિલ્સા બજારોમાં સૌથી ઉપરનું સ્થાન મેળવે છે.
■ભાડભૂત
ભરૂચનું ભાડભૂત હિલ્સા માછલીનું ગુજરાતનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે,નર્મદા નદી જીવતી હતી ત્યારે અહીં હિલ્સા ઈંડા મુકવા માટે ભરૂચથી આગળ સુધી નદીમાં સામા પ્રવાહે જતી હતી. હવે નર્મદા બંધ બની જતાં તે ઈંડા મુકવા પરંપરાગત રીતે જઈ શકતી નથી, બંગાળમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિલ્સાનું ઉત્પાદન ઘટ્યું છે. ભરૂચમાં હિલ્સાનો જથ્થો 2025ના ચોમાસામાં પાંચથી સાત હજાર ટન રહ્યો હતો.
2025માં સૌથી વધારે હિલ્સા ભરૂચમાં જોવા મળી છે. ભાડભૂત વિસ્તારમાં માત્ર બે મહિનામાં 6 હજાર ટનથી વધારે હિલ્સા આવી છે. ત્યાર બાદ વેરાવળમાં પણ પકડાય છે 2025માં ભરૂચમાં રોજની 200થી 300 ટન હિલ્સા માછલી ઉતરતી હતી, સ્ટોર કરવા માટે બરફ પણ ખૂટી ગયો હતો, કારણ કે તેને સાચવી શકવાની પૂરતી ક્ષમતા ન હતી. એક એક હોળી વાળા 100થી 500 નંગ હિલ્સા પકડી લાવતા હતા.
ભાડભૂત ગ્રામપંચાયતના મત મુજબ હિલ્સાનું ઉત્પાદન આશરે મહત્તમ પાંચથી સાત હજાર ટન રહ્યું. ગુજરાતના નાનામાં નાના માણસે પણ આ વખતે હિલ્સા ખાધી છે, માછલીનું ઉત્પાદન 2025ના મે, જૂન, જુલાઈમાં જોવા મળ્યું હતું. વેરાવળમાં પણ આખી સિઝન દરમિયાન હિલ્સાનું ઉત્પાદન 88થી 100 ટન જેટલું થયું હોવાનો સ્થાનિક માછીમારો દાવો કરે છે.
■બારે માસ જીવંત નદીનો મુખ પ્રદેશ
બારે માસ વહેતી હોય તેવી દરિયાના મુખ પ્રદેશની નદીઓમાં હિલ્સા આવવાની શક્યતા વધી જતી હોય છે પશ્ચિમ બંગાળમાં ગંગા નદી જેવી નદીઓ દરિયા સાથે જોડાય છે. બાંગ્લાદેશમાં પણ આવું જ જોવા મળે છે, સમુદ્રથી નદી તરફ સામા પ્રવાહે જવા માટે જાણીતી છે. લાઇફ સાઇકલ પૂર્ણ કરવા માટે ચોખ્ખા પાણીની જરૂરિયાત રહેતી હોય છે. આ વખતે હિલ્સા આવી તેની પાછળનું મુખ્ય કારણ આ વર્ષે થયેલું તેમનું વધુ માઇગ્રેશન છે.
■ઉત્પાદન કેમ વધ્યું?
ગુજરાતમાં હિલ્સાનું પ્રમાણ વધવા પાછળનું કારણ? છેલ્લાં કેટલાંક વર્ષોમાં નર્મદામાં પાણીની આવક સારી જોવા મળી છે. તેથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છૂટ્યું છે, અને તેના લીધે હિલ્સાને સુરક્ષિત વાતાવરણ મળ્યું છે, હિલ્સા બ્રીડિંગ માટે નર્મદાના મુખમાં ખાસ આવતી હોય છે અને ભરૂચના નર્મદાના વિસ્તારો હિલ્સા બ્રીડિંગ માટેનું અનુકૂળ સ્થળ છે.
આ વર્ષે પડેલા ભારે વરસાદ અને મીઠા પાણીની આવકમાં વધારો હિલ્સાના વધુ ઉત્પાદન પાછળ જવાબદાર છે, ભાડભૂતથી મુંબઈ અને સૌથી વધુ કોલકાતા જેવા વિસ્તારોમાં હિલ્સા સપ્લાય થાય છે. ત્યાંથી ભારત બહાર પણ જાય છે, ભાડભૂતની આસપાસ ભરુચ વેજલપુર, હાંસોટ, દહેજ, જાગેશ્વર જેવા વિસ્તારો નર્મદા નદીના કિનારે સ્થિત છે. અહીંયાં ફિશિંગ એરિયા છે જે ભાડભૂતથી 20 કિલોમીટર દૂર છે.
ઘણાં વર્ષોથી પ્રોડક્શન ઘણું ઓછું જોવા મળતું હતું, પરંતુ છેલ્લાં બે વર્ષોથી હિલ્સાનું ઉત્પાદન આસમાને જોવા મળ્યું છે, સરદાર સરોવર ડૅમ બન્યો ન હતો ત્યારે એક ફિશરમેનને 400થી 500 નંગ 6 કલાકમાં મળી રહેતા હતા. કેમ કે, તે બાજુ નર્મદાનો પ્રવાહ સૌથી વધારે જોવા મળતો હતો, ભરૂચમાં હિલ્સાને ઈંડાંવાળી હોય તો ચાકસી અને ઈંડાં વગરની હોય પાલ્વા ઉપરાંત સ્થાનિક લોકો મોદણ તરીકે પણ ઓળખે છે.
■ તાપમાન
હિલ્સાનું પ્રમાણ તાપમાન પર આધારિત છે. બારેમાસ હિલ્સા જોવા મળતી નથી. જુલાઈ ઑગસ્ટમાં વેરાવળમાં જોવા મળે છે. પાણીનું તાપમાન વધઘટ થાય તે પણ તેમની હાજરીમાં વધારો કે ઘટાડો થતો હોય છે. અહીંયાં જોવા મળતી હિલ્સા પ્રમાણમાં નાની હોય છે. હિલ્સાને તેવું પાણી વધારે માફક આવે જે સ્થાનિક ભાષામાં ભાંભરું જે અખાત વિસ્તારમાં જોવા મળે જેમાં મીઠું અને ખારું પાણી ભેગું થતું હોય છે. કાંપ પ્રદેશમાં વધારે જોવા મળી છે.
■ જીવન ચક્ર
એક લાખથી પણ વધુ ઈંડાં મૂકી શકે છે. છ મહિના સુધી તે ઈંડાંમાંથી બહાર ન આવે ત્યાં સુધી હિલ્સા મીઠા પાણીમાં રહે છે,હિલ્સાના કિસ્સામાં પુખ્તવયનો (એડલ્ટ) નર દરિયામાં રહે છે. ત્યારે પ્રજનન માટે નર અને માદા માઇગ્રેટ કરીને ચોખ્ખા (મીઠા પાણી)માં આવતાં હોય છે ત્યાં જ માદા ઈંડાં મૂકે છે બાદ પાછા ફરતી વખતે હિલ્સાને સમુદ્ર અને નદી જ્યાં મળતા હોય ત્યાંથી પકડવામાં આવે છે, ગુજરાતમાં નર્મદા અને ખંભાતનો અખાત હિલ્સા માટે અનુકૂળ ગણાય થાય છે.
■વેરાવળ
વેરાવળમાં જોવા મળતી હિલ્સા સ્થાનિક માછીમારોમાં ચાકસી તરીકે ઓળખાય છે. જે વેરાવળમાં જોવા મળતી પાલ્વાની જ એક પ્રજાતિ છે. જોકે હિલ્સા અને પાલ્વાના સ્વાદમાં ઘણો ફરક જોવા મળે છે. વેરાવળથી પાલ્વાની માત્રા ઘટી છે, વેરાવળમાં 1200 રૂપિયે કિલો તાજી ચાકસી (હિલ્સા) વેચાય છે અને થોડી નબળી પડે તો પણ તે 400 પર કિલો વેચાય છે.
■ જાત
ગુજરાતમાં હિલ્સાના બે પ્રકારની હિલ્સા ઇલિશા, ટેન્યુઆલોસા ઇલિશા જોવા મળતા હોય છે, પણ મુખ્યત્વે ભારતભરમાં બે જ પ્રકાર સૌથી વધારે જોવા મળે છે,સફેદ હિલ્સા કરતાં કાળી હિલ્સા થોડી સસ્તી વેચાતી હોય છે, સ્વાદ અનુસાર બાંગ્લાદેશ અને બર્મા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે જોવા મળે છે.
■ ગુણ
ફ્રાય કરીને ખાવામાં તે જાણીતી છે. ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે 18થી 20% પ્રોટીન હોય છે. હિલ્સાનું તેલ ત્વચા માટે પણ ગુણકારી થતું હોય છે. તેમાંથી મળતું ઓમેગા-3 સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે. હિલ્સામાંથી પ્રાપ્ત થતું ઓમેગા-3 હૃદય માટે ખૂબ સારું રહેતું હોય છે.તેમાં સફેદ માંસ હોય છે જેના કારણે તેનો સ્વાદ પકડાય છે.
નોંધ:-(સમગ્ર અહેવાલ અને સંકલન વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કર્યું છે)
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








