Donald Trump: ટ્રમ્પનો સવાલ “મોજતબા ખામેનેઈ જીવે છે કે મૃત્યુ પામ્યા છે?” ઈરાને કહ્યું” અમારા સુપ્રીમો એકદમ ફિટ અને સ્વસ્થ છે!” આઇલેન્ડ કબ્જે કરવા ટ્રમ્પની ફોજ આગળ વધી!

  • World
  • March 15, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે ઈરાન ઝુકવા તૈયાર નથી હવે ટ્રમ્પની નજર ખુર્ગ ટાપુ ઉપર છે જે ઈરાનને કરોડો ડોલર રળી આપે છે જો આ ટાપુ ઉપર નિયંત્રણ મળી જાય તો વેનેઝુએલા બાદ બીજા મોટા તેલ ભંડાર હાથ લાગી શકે અને યુદ્ધનો ખર્ચ પણ નીકળી જાય અને પછી મોટી કમાણી શરૂ થઈ જાય તેથી આ ટાપુ કબ્જે કરવા ખાસ પ્લાન બનાવ્યો હોવાના અહેવાલ છે લગભગ 2500 અમેરિકી મરીન કબજાના ઈરાદા સાથે ખાર્ગ તરફ આગળ વધી રહ્યા હોવાના પણ અહેવાલ છે.

બીજી તરફ મોજતબા ખામેનેઈ ની ઉપસ્થિતી અંગે અમેરિકા દ્વારા ઉઠાવેલા સવાલ મુદ્દે ઇરાને કહ્યું છે કે દેશના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ ઈજા પણ થઈ નથી. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ખામેની સામાન્ય રીતે પોતાની ફરજોનું પાલન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટિશ મીડિયા ધ સનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુજતબા 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઘાયલ થયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે અને તેમનો એક પગ પણ કાપવો પડ્યો છે જોકે,આ અહેવાલોને ઇરાને નકારી કાઢ્યા છે અને મોજતબા ખામેનેઈ સંપૂર્ણપણે ફિટ હોવાની જાહેરાત કરી છે.

જોકે,ટ્રમ્પે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની ઉપસ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું કે સત્તા સંભાળ્યા પછી ક્યારેય મુજતબા જાહેરમાં દેખાયા નથી અને તેઓ જીવતા છે કે મૃત્યુ પામ્યા છે તે પણ જાણી શકાયું નથી ટ્રમ્પે કહ્યું, “મને ખબર નથી કે તે જીવંત પણ છે કે નહીં? હજુ સુધી કોઈએ તેમને બતાવ્યા નથી.” જોકે તેમણે એમ પણ કહ્યું કે તેમના મૃત્યુના સમાચાર હાલ પૂરતી માત્ર અફવા હોઈ શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે જો મુજતબા જીવિત હોય તો તેમણે પોતાના દેશ માટે સમજદારીભર્યો નિર્ણય લેવો જોઈએ અને આત્મસમર્પણ કરવું જોઈએ ભવિષ્યમાં ઈરાનનો નેતા કોણ હોઈ શકે છે, આ સવાલ પર ટ્રમ્પે કોઈ ખાસ વ્યક્તિનું નામ લીધું ન હતું. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે આવા ઘણા લોકો હાજર છે જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરી શકે છે.

મહત્વનું છે કે અમેરિકાએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સહિત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ (IRGC)ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિશે માહિતી આપનારને 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 92 કરોડ 47 લાખ 48 હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 3 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 6 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 8 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?

  • July 31, 2026
  • 6 views
Assam Flood: અસમમાં 60 વર્ષનું સૌથી ભયાનક પૂર! 12 લાખ લોકો પ્રભાવિત, ભારે તબાહી, જવાબદાર કોણ ?